
Earthquake: આજે ભારત સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચકાં અનુભવાયા છે. આજ શનિવારે કાશ્મીર સહિત દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં છે. અફઘાનિસ્તાનમાં 130 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો છે. જો કે, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
જમ્મુ-કાશ્મીર સહિત દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
શનિવારે બપોરે 12:17 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર અને જમ્મુ-કાશ્મીરમાં અનુભવાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદની આસપાસ આવ્યો હતો.
પાકિસ્તાનમાં પણ ભૂકંપના આચકાં અનુભવાયા
શ્રીનગરના એક સ્થાનિકે ANI ને જણાવ્યું કે તેમણે પણ ભૂકંપના આંચકા અનુભવ્યા. તેમણે કહ્યું કે હું ઓફિસમાં હતો ત્યારે મારી ખુરશી ધ્રુજવા લાગી હતી. આ દર્શાવે છે કે ભૂકંપના આંચકા ફક્ત દિલ્હી પૂરતા મર્યાદિત નહોતા. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને ઉત્તરીય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં છેલ્લા અઠવાડિયામાં આ ત્રીજો ભૂકંપ છે. જોકે, હજુ સુધી કોઈ નોંધપાત્ર નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.
આ પણ વાંચોઃ
મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation
નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad
‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela
Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!
Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા