
મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે અમૂલે દૂધના ભાવમાં નજીવો ઘટાડો કર્યો છે. પહેલીવાર અમૂલ ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રણજુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો ફેરફાર કરીને એક રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.
અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ દૂધની પ્રોડક્ટના 1 લીટરના પાઉચ પર 1 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા થયો, અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, જેનો નવો ભાવ 61 રૂપિયા, અમૂલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા થયો છે. જેથી લોકોને નજીવી રાહત મળી છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી બન્યા પંકજ જોશી, 31 જાન્યુઆરીએ સંભાળશે પદ
આપણ વાંચોઃ ઉત્તરાખંડ: ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય મમતા રાકેશ નીચે બેસી ધ્રુસકે ધ્રુસકે કેમ રડ્યા?