દિલ્હીમાં જીત પછી પીએમ મોદીએ કહ્યું; સુશાસન-વિકાસની જીત

  • India
  • February 8, 2025
  • 0 Comments
  • દિલ્હીમાં જીત પછી પીએમ મોદીએ કહ્યું; સુશાસન-વિકાસની જીત

દિલ્હીમાં ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, ‘જનશક્તિ સર્વોપરી! વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ. દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ તમામ દિલ્હીવાસીઓને મારા વંદન અને અભિનંદન. તમે જે અતૂટ વિશ્વાસ અને સ્નેહ વરસાવ્યો છે. તેના બદલ આભાર.

અમે દિલ્હીની ચારેબાજુ વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખીશું નહીં. આ અમારી ગેરેંટી છે. અમે સુનિશ્ચિત કરીશું કે, વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્ત્વની બને. મને ભાજપના બધા કાર્યકર્તાઓ પર ગર્વ છે. જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત એક કરી દીધા હતા. અમે હવે વધુ મજબૂતી સાથે દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું.’

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ AAP સુપ્રીમો કેજરીવાલે શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે, કે ‘હું જનાદેશ વિનમ્રતાથી સ્વીકારું છું, ભાજપને જીતની શુભકામના. આશા છે કે ભાજપ જનતાની આશા અપેક્ષા પૂર્ણ કરશે.’

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો હાલ સુધીમાં ભાજપે 36 બેઠકો જીતી લીધી છે અને 11 બેઠક પર લીડ સાથે ભાજપે બહુમતી મેળવી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 19 બેઠક જીતી લીધી છે અને 4 બેઠક પર લીડમાં છે. તો બીજી તરફ કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. સતત ત્રીજી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એકપણ બેઠક મેળવી શકી નથી.

આ પણ વાંચો- VIDEO: દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે હાર સ્વીકારી, ભાજપને અભિનંદન આપ્યા

  • Related Posts

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
    • August 4, 2026

    Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

    Continue reading
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ
    • August 4, 2026

    Udhayanidhi Stalin Arrest: તમિલનાડુના રાજકારણમાં મંગળવારે મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો, જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કષગમ (દ્રમુક)ના યુવા મોરચાના પ્રમુખ ઉદયનિધિ સ્ટાલિનની પોલીસે ધરપકડ કરી. તેમની સામે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 2 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 3 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 6 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 4 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 8 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

    • August 4, 2026
    • 7 views
    Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર