શું આશ્રમની જગ્યા ખાલી કરાવી Sports City બનાવશે?

દિલીપ પટેલ

Ahmedabad, Sports City: 2029ની યુથ ઓલિમ્પિક ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સ ગેમ્ય માટે બિડ કરવા રાજ્ય સરકાર 750 એકર જમીન હસ્તગત કરવાની છે. આ માટે ખાનગી કંપનીઓની સાથે ભાગીદારી કરશે. રમતો યોજાવાની છે તેની નજીક રમતવીરો માટે એક જગ્યા બનાવવામાં આવે છે, જેમાં ખેલાડીઓને દરેક સુવિધા પૂરી પાડવામાં આવે છે. રમતવીરો માટે આવાસને ઓલિમ્પિક ગામ કહેવામાં આવે છે. આ ઓલિમ્પિક ગામમાં દેશ અને દુનિયાના તમામ ખેલાડીઓ એકસાથે આવે છે. સામુદાયિક સેવાઓ આપે છે.

સ્કીલ અને નોલેજ કોરિડોર, મેટ્રે રેલ વિસ્તરણ કરાશે. 6000 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, મણીપુર- ગોધાવી- ગરોડિયા સ્પોર્ટ્સ સિટી અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યાં છે.

અમદાવાદ ફરતે એક રિંગ રોડનો પ્રોજેક્ટ પણ છે. સરદાર પટેલ રિંગ રોડ નજીક 90 મીટર પહોળો આઉટર રિંગ રોડ વિકસાવાશે જ્યાં આ કોરિડોર આકાર લેશે. 35 મીટરનો બોપલ -પાલોડિયા રોડ પણ ડેવલપ કરવાનો પ્લાન છે. મણીપુર, ગોધાવી અને ગરોડિયામાં 750 એકર જમીન સંપાદન કરાશે. ત્યાં માર્ગ વ્યવહાર સારો છે. સરકાર મેટ્રો રેલને પણ મણિપુર સુધી વિસ્તારવા વિચારે છે.

પશ્ચિમ ભાગમાં 90 મીટર પહોળા રિંગ રોડ અને 36 મીટરના બોપલ પલોડિયા રોડ પાસે સ્પોર્ટ્સ કોરિડોર વિકસાવવામાં આવી શકે છે.

આસારામ આશ્રમને ખાલી કરવા નોટીસ કેમ?

નાનું સ્પોર્ટસ શહેર બનાવવા માટે મોટેરામાં આસારામ આશ્રમ સહિત 3 આશ્રમને 140 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ આપી  જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકમ કરાયો છે.

ગુજરાતના અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સ માટે સ્ટેડિયમ બાંધવા જમીન સંપાદન શરૂ કરવામાં આવ્યું હતું. આસારામ આશ્રમ સહિત 3 સંસ્થાને કલેક્ટર દ્વારા જમીન ખાલી કરવા હુકમ કરાયો છે.

મોટેરાના આશ્રમમાં શરત ભંગ થતા 33980 ચો.મી જમીન પરત લેવાશે. અન્ય બે સંસ્થાની 93 હજાર ચો.મી જમીન પરત લેવાશે. અમદાવાદના આશારામ આશ્રમ, સદાશિવ પ્રગ્ના મંડળ, ભારતીય સેવા સંઘને સરકારે ફાળેવલી જમીન શરત ભંગ કરેલ હોવાથી પરત લેવા હુકમ કરવામાં આવ્યો છે.

આસારામ આશ્રમની જમીન 34 હજાર ચોરસ મીટર, ભારતીય સેવા સંઘની 81 હજાર ચોરસ મીટર અને સદાશિવ પ્રગ્ના મંડળની 12 હજાર ચોરસ મીટર જેટલી જમીનનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓને શરત ભંગની નોટિસ આપવામાં આવી હતી. યોગ્ય રજૂઆત અને ખુલાસા કરવાની તક આપ્યા બાદ ગત 4 એપ્રિલના રોજ જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકમ કરાયો છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદના જિલ્લા કલેક્ટર અને ઔડાના સીઈઓ મળીને જમીન સંપાદન કરવા માટે કામ કરી રહ્યા છે. ઔડા એટલે અમદાવાદ અર્બન એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. આ સંસ્થા શહેરના વિકાસ માટે યોજનાઓ બનાવે છે.

આસારામ આશ્રમના કિસ્સામાં વળતરની શક્યતા નથી

આસારામ આશ્રમના કિસ્સામાં વળતરની શક્યતા નથી. અમદાવાદ જિલ્લા કલેકટરે આશ્રમ પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો અને ચેરીટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધાકીય હેતુઓ માટે કરીને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે, સમિતિએ આસારામ આશ્રમને કોઈ વળતર ન આપવાની ભલામણ કરી છે.

સ્થાનિક લોકોનું કરાશે સ્થળાંતર

20 ફેબ્રુઆરી, 2025થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં રહેતા લોકોને સ્થળાંતર કરવા નિર્યણ લેવાયો હતો. અમદાવાદની કલેક્ટર કચેરીને જમીન સંપાદન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

સરકાર 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદને સારી રીતે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

લોકોને અન્ય સ્થળોએ ખસેડવાની અને આશ્રમોને સ્થળાંતર કરવાનું કામ ટૂંકમાં કરાશે. ગુજરાતે ઓલિમ્પિક 2036 માટે બીડ કર્યું છે. તેના માટે સરકાર અત્યારથી જ આયોજન કરી રહી છે. ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના 5 નાનકડા વિસ્તારોની રોનક બદલાઈ જશે.

4 ભાગ વાંચો ઓલોમ્પિકનો ઈતિહાસ, કેવી રીતે શરુઆત થઈ?

આ પણ વાંચોઃ

 

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? |  Olympics Planning

NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી

Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?

Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન

 

Related Posts

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
  • December 13, 2025

Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…

Continue reading
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!
  • December 13, 2025

PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ