
Ahmedabad: ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના પ્રમોશનમાં કલાકારોની બેજવાબદારીએ ચર્ચા વધારી દીધી છે. અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ અને જાણીતા અભિનેતા ટીકુ તલસાણિયાના જાહેર રસ્તા પર જોખમી બાઈક સ્ટંટના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ગુસ્સો ભભૂક્યો છે.
‘મિસરી’ કલાકારોનો જોખમી પ્રમોશન
વાયરલ વીડિયોમાં માનસી પારેખ હેલ્મેટ વગર ચાલુ સ્પોર્ટ્સ બાઈક પર પાછળથી ઊભી થઈને સ્ટંટ કરતી જોવા મળી, જ્યારે ટીકુ અને રોનક પણ જોખમી કારનામાઓ કરતા દેખાયા. આનાથી માત્ર તેમનો જીવ જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કલાકારો પર તીખી ટીકા કરી, “જાહેર રસ્તા પર જીવ જોખમમાં મૂકવું એ પ્રમોશન કે અનિયમિતતા?” જોકે, તુરંત પોલીસ કાર્યવાહી ન થતાં ટ્રાફિક પોલીસ પર ‘બેદરકારી’ના આરોપો લાગ્યા. લોકોના દબાણ પછી અમદાવાદ ટ્રાફિક પોલીસે હરકત કરી અને વાયરલ વીડિયોના આધારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.જે A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અભિનેતા ટીકુ તલસાણિયા અને અભિનેતા પ્રેમ ગઢવી સમન્સ પર હાજર થયા.
અમદાવાદની ગલીઓમાં ગુજરાતી ફિલ્મ મિસરીની ટીમના સીનસપાટા
શું આ લોકો વિરૂધ્ધ @AhmedabadPolice
કાર્યવાહી કરશે?#Ahmedabad #Ahmedabadpolice #misri pic.twitter.com/yYZ7Isacto— Journalist Jatin (@JatinRa22841644) October 30, 2025
ફિલ્મ ચલાવવા માટે કલાકારોએ કર્યા સ્ટંટ, સાચા કે ખોટા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું, “બંનેના નિવેદન નોંધાયા પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવશે. આવા સ્ટંટથી ટ્રાફિક જોખમ વધે છે, તેથી કડક કાર્યવાહી થશે.” માનસી અને રોનક પણ તપાસમાં સામેલ થશે.આ મામલે એક બાજુ ટીકા, બીજી બાજુ કેટલાક લોકો તેને ‘સ્માર્ટ PR’ કહે છે: “વિવાદ વિના ચર્ચા કેવી થાય? ફિલ્મનું નામ લોકોના મુખે ચઢ્યું!” પરંતુ વિશ્લેષકો માને છે કે, આ પ્રકારના પ્રમોશનથી કલાકારોની જવાબદારી પર સવાલો ઉભા થાય છે. ફિલ્મની ટીમે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. આ ઘટના બોલિવુડ-ગુજરાતી સિનેમામાં સુરક્ષા અને પ્રમોશનની નીતિઓ પર નવી ચર્ચા ચાલુ દીધી છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!








