
- બહેન ભાઈની વાટ જોતી રહી
- અકસ્માત સર્જનાર ડમ્પરચાલકની ધરપકડ
Ahmedabad: ગુજરાતમાં રોજે રોજ અકસ્માતનો ઘટનાઓમાં સતત વધારો થયો છે. વાહનોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. જેથી અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થયો છે. ત્યારે અમદાવાદના બોપલ બ્રિજ પર બાઈક લઈને જતાં યુવકને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોત થયું છે. જેથી પરિવારમાં ભારે શોકની લાગણી છે. હાલ ડમ્પરચાલકની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઘાટલોડિયામાં રહેતો ઉમંગ પટેલ(ઉ.વ.25) જોયસ કેમ્પસમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ઉમંગની બહેન શીલજ ખાતે રહેતી હતી. ગત રાત્રે ઉમંગની બહેન કૃપાએ ઉમંગનું અને તેનાં માતા-પિતાનું જમવાનું બનાવ્યું હતું. જેથી ઉમંગ તેનું સ્પ્લેન્ડર બાઇક લઈને શીલજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યો હતો. શીલજ બોપલ બ્રિજ પર જ એક ડમ્પરચાલકે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ઉમંગ રોડ પર પટકાયો હતો. પટકાયેલા ઉમંગને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતુ.
ઘટના બાદ રાહદારીઓ ભાગવા જતાં ટમ્પરચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતા ઉમંગનાં માતા-પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતાં. બોપલ પોલીસે ડમ્પરચાલક વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં વધારાનાં કારણો
શહેરીકરણ અને આર્થિક વિકાસને કારણે રસ્તાઓ પર વાહનોની ભીડ વધી છે.
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, જેમ કે ઝડપ ઓવરલિમિટ, નશામાં ડ્રાઇવિંગ અને સિગ્નલ તોડવું.
કેટલાક વિસ્તારોમાં ખરાબ રસ્તાઓ, અપૂરતા સાઈનબોર્ડ અને લાઇટિંગનો અભાવ.
જાગૃતિનો અભાવ: ડ્રાઇવરોમાં સલામતીના નિયમો અને જવાબદાર ડ્રાઇવિંગ વિશે જાગૃતિની કમી.
ખાસ કરીને ટ્રક અને બસોમાં ઓવરલોડિંગ અને જાળવણીનો અભાવ.
આ બાબતોને સુધારવા માટે સખત નિયમો, જાગૃતિ અભિયાન અને રસ્તા સુધારણાની જરૂર છે.
આ પણ વાંચોઃ
Ahmedabad: બોપલ બ્રિજ પર ડમ્પરે બાઈકચાલકને ઉલાળ્યો, બહેનના ઘરે જમવાનું લેવા પહોંચે તે પહેલા મોત
પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad
Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ
Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો
વારાણસીમાં 7 દિવસ સુધી એક છોકરી પર 23 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો | Varanasi girl rape
