
Ahmedabad: અમદાવાદના ચંડોળામાં 29 એપ્રિલથી દબાણો હટાવવાનું કામ ચાલી રહ્યું છે. જેથી અહીં બાંગ્લાદેશીઓને શરણ આપનાર લલ્લા બિહાર વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે પોતાની પર પોલીસ કાર્યવાહી થવાની છે તેની ગંધ આવી જતાં તે પહેલેથી જ ફરાર થઈ ગયો હતો. ત્યારે હવે તેને રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે તેના દિકરા દીકરા ફતેહ મોહમ્મદની 29 એપ્રિલે ધરપકડ કરી લેવામાં આવી હતી.

બિહારીએ કાળી કમાણીથી આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા
અમદાવાદના ચંડોળા તળાવમાં અત્યાર સુધી ઝુંપડપટ્ટી હોવાનું જણાતું હતું. પરંતુ જ્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તંત્રની પણ આંખો પહોળી થઈ ગઈ હતી.લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં.
લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન
મળતી જાણકારી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. અંદાજે 9 લાખ 50 હજારની રોકડ તથા સોના ચાંદીના દાગીના ઉપરાંત હિસાબના ચોપડા પણ મળી આવ્યા હતા. બેન્કની પાસબુક સહિતના દસ્તાવેજો હાથ લાગ્યા હતા.
ચંડોળામાં ભર ઉનાળે ઘરો તૂટી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જાણવા મળી રહ્યું છે કે અહીં બાંગ્લાદેશી કરતાં ભારતીય નાગરિકોના ઘર વધુ તૂટ્યા છે. મતબલ પાપડી ભેગી ઈયળ બફાઈ હોય તેવા હાલ સર્જાયા છે. જોકે સરકારે ભારતીય નાગરિકોને અલગ તારવવા જોઈતા હતા. જેમની છત ગઈ છે તેમને રહેવાની સુવિધા કરી આપવામાં આવે. લોકો રડી રડી કહે છે અમારા બાળકોનું શું થશે, તેમના ભણતરનું શું થશે. જોકે આ સરકાર તેમનું સાંભળવા તૈયાર નથી. ચંડોળા વિસ્તારના લોકોની વેદના હચમચાવી નાખે તેવી છે. જુઓ આ વીડિયો.
આ પણ વાંચોઃ
Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા
Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?
Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર
ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal
Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે