Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1 મે સુધી આ ડિમોલેશન કામગીરી ચાલુ રહેશે. અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કામગીરી ગણવામાં આવે છે. જો કે લોકો સવાલ કરી રહ્યા છે કે 40 વર્ષ કરતાં વધુ સમયનો વીતી ગયો પણ કાર્યવાહી ન કરી. હવે પહેલગામ હુમલો થયો ત્યારે દબાણ હટાવવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે. અત્યાર સુધી અંદાજે 2 હજાર ઝૂંપડા પાડી દેવામાં આવ્યા છે.

આ મુદ્દાને લઈ અરજદારો ગઈકાલે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા હતા. જો કે ત્યાથી હાતશા સાપડી છે. હાઇકોર્ટે દબાણો હટાવવાની કામગીરી પર સ્ટે મૂકવા ઇનકાર કર્યો છે. જેથી ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે. આ મામલે હાઇકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે.

સરકાર અહીં બાગ્લાદેશીઓની ગેરકાદે વસાહત કહી દબાણો તોડી પાડી રહી છે. જો કે સરકારને અત્યારે દબાણો હટાવવાનું કેમ સૂજ્યું તે પણ સવાલ છે. ચંડોળા તળાવ વિસ્તારના ઝૂંપડાં તોડી પાડતાં લોકો બેઘર બન્યા છે. લોકો કહે છે અમે બાંગ્લાદેશી નથી. લોકોની આજીજી છતાં સરકારે ઝૂંપડા તોડી પાડવાનું યથાવત રાખ્યું છે.

મહિલાએ રડતાં રડતાં શું કહ્યું?

એક મહિલાએ કહ્યું અમે બચપનથી અહીં રહીએ છીએ. અમારા છોકરાઓના લગ્ન પણ અહીં થયા છે. મહિલાએ રડતાં રડતાં કહ્યું અમને તંત્ર દ્વારા સામન પણ બહાર ન કાઢવા દીધો. અમે  આ તાપમાં ક્યા જઈશું. અમારી પાસે લાઈટ બીલ છે, જન્મ, સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ છે.

બંદોબસ્તમાં પોલીસની તબિયત લથડી તો કાયમી છત ગુમાવનારની શું હાલત થશે?

બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે.  ડિમોલિશનના બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે મેડિકલ વાન પાસે મોકલવામાં આવ્યા છે. જો સવાલ  એ છે કે માત્ર આટલાં સમયમાં પોલીસકર્મીઓની તબિયત બગડી જતી હોય તો આ તાપમાં છત ગુમાવનાર લોકોની શું હાલત થશે. તેમના બાળકોનું શું થશે. જેના ઘર તોડાયા છે એ કહી રહ્યા છે કે અમને સમય પણ ન આપવામાં આવ્યો કે નોટીસ પણ ન આપી.

આ પણ વાંચોઃ

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!