
Ahmedabad: હાલ સોશિયલ મિડિયામાં રોલો પાડવા લોકો તીક્ષ્ણ હથિયારો, બંદૂક સાથે ફોટા પાડી સોશિયલ મિડિયામાં વાઈરલ કરતાં હોય છે. કેટલાંક લોકો સ્ટેટ્સ અને સ્ટોરીઓ મૂકે છે. ત્યારે હવે અમદાવાદ પોલીસે સોશિયલ મિડિયા પર ઘાતક હથિયારોની પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાહેર સ્થળોએ ખતરનાક હથિયારો, છરીઓ, ખંજર, તલવારો, બંદૂકો વગેરે રાખનારી વ્યક્તિઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપ, વોટસએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છરીઓ, ખંજર, તલવારો, બંદૂકો, જ્વલનશીલ સામગ્રી હથિયારો પોસ્ટ કરશે તો પણ તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જાણકારી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક પ્રેસ નોટ જાહેર કરી આપી છે.
જાણકારી આપનનારને મળશે ઈનામ
કોઈપણ જાગૃત નાગરિક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વોટ્સએપ મોબાઇલ નંબર – 63596 25365 પર જાણ કરી શકે છે. જો તમે કોઈ ઘાતક હથિયારોની પોસ્ટની માહિતી પોલીસને આપશો તો યોગ્ય ઇનામ પણ આપવામાં આવી શકે તેમ જણાવાયું છે.
આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો
આ પણ વાંચોઃ RAJKOT: તમે ફૂલેકાબાજોને જોયા હશે પણ આવા નહીં, સમૂહલગ્નનું આયોજન કરી ભાગી ગયા, પોલીસે લીધી જવાબદારી
આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?
આ પણ વાંચોઃ FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર