
Ahmedabad Building Part Collapse: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મોદીની ચાલી પાસે, મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મિ સોસાયટીમાં એક જર્જરિત ઇમારતનો ભાગ આજે સવારે ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. આ ઘટનામાં ઇમારતના ત્રીજા માળનું ધાબું, સીડી અને અન્ય કેટલાક જર્જરિત ભાગો તૂટી પડ્યા, જ્યારે બીજા માળની લોબીનો ભાગ પણ જોખમી સ્થિતિમાં આવી ગયો છે. આ ઘટનાએ શહેરની જૂની અને જોખમી ઇમારતોની સ્થિતિ અંગે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે.
બચાવ કાર્યવાહી યુદ્ધના ધોરણે
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ ટીમોએ ઝડપથી કાર્યવાહી શરૂ કરી હતી, જેના પરિણામે 16 લોકોને સલામત રીતે ઇમારતમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. આ લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે. બચાવ ટીમો આધુનિક સાધનો જેવા કે હાઇડ્રોલિક કટર્સ, થર્મલ ઇમેજિંગ કેમેરા અને ડ્રોન્સનો ઉપયોગ કર્યો. જેથી ફસાયેલા લોકોને ઝડપથી અને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.

ધર્મિ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં આ ઘટનાને લઈને ભયનો માહોલ છે. ઘણા રહેવાસીઓએ જૂની ઇમારતોની સ્થિતિ અને તેના જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ ઘટનાએ અમદાવાદ શહેરમાં જૂની અને જર્જરિત ઇમારતોની સ્થિતિ પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે શહેરમાં આવી અનેક ઇમારતો હજુ પણ જોખમી સ્થિતિમાં છે, અને સમયસર તેનું સર્વેક્ષણ અને રિપેરિંગ અથવા ડિમોલિશન ન થાય તો આવી દુર્ઘટનાઓનું જોખમ રહેશે.
16 લોકોનું રેસ્ક્યૂ
1. કાજલબેન સુથાર
2. મેમણ શબનમ બાનું
3. ઝૈતુન બીબી મેમણ
4. અશોકભાઈ વર્મા
5. હાર્દિકભાઈ વર્મા
6. ખુશી વર્મા
7. રીન્કી વર્મા
8. રેહાન અકબર મોવર
9. ફરહાન અકબર મોવર
10. સકીના અકબર મોવર
11. મેમણ મોહમ્મદ ઝૈદ
12. મુસ્કાન બાનું શેખ
13. સનાબાનું શેખ
14. સમા બાનું મુસ્તાકીમ શેખ
15. મુસ્તાકીમ શેખ
16. મોહમ્મદ અયાન
આ પણ વાંચો:
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ
VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ
મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં








