
Ahmedabad News: ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારુની રેલમછેલ થઈ રહી છે. દારુબંધીના કાયદાના વારંવાર લીરેલીરા ઉડી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી દારૂની હેરાફેરી કરતી 14 મહિલા ઝડપાઈ છે.
રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી
ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે માધુપુરા વિસ્તારમાં રેડ પાડી 14 મહિલાઓની અટકાયત કરી છે. પોતાના સામનની આડમાં મહિલાઓ રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતી હતી. પ્રાઈવેટ બસમાં પેસેન્જરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરતી હતી. આ મહિલાઓ પાસેથી કુલ 99,400ની કિંમતની દારૂની 899 બોટલ કબજે કરવામાં આવી છે. હાલ આરોપી મહિલા વિરુધ્ધ ગુો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલી તમામ તમામ મહિલાઓ અમદાવાદના કાગડાપીઠની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ રાજસ્થાનથી દારૂ લઈને આવી હતી જેને અમદાવાદમાં વેચવાની હતી.
સવાલ એ પણ થાય છે કે ગુજરાતની મહિલાઓ દારુની હેરાફેરી અને વેચાણ કરવા કેમ મજબૂર છે. સરકાર રોજગારી આપી શકતી નથી. જેથી આજ મહિલાઓ નહીં પણ ગુજરાત અનેક ઠેકાણે આવી જ રીતે દારુનું વેચાણ કરવા મહિલાઓ મજબૂર છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પે 1 મહિનો પણ પૂર્ણ ન કર્યો અને ઓકાત દેખાડી, વિરોધીએ આપ્યો જવાબ, લોકો રસ્તા પર ઉતર્યા
આ પણ વાંચોઃ Rajkot: સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ અંગે સુપ્રિટેન્ડેન્ટએ આપ્યું નિવેદન, શું કહ્યું?