
ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસમાં ઘણા સમયથી ફરાર હોસ્પિટલના ડાયરેક્ટર અને મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. ઘણા સમયથી તે વિદેશમાં ભાગી ગયો હતો. જોકે પોતે શરણાગતિ સ્વીકાર હોય તેમ પાછો આવી પોલીસના હાથે લાગ્યો છે. કૌભાંડ બહાર આવ્યું ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો. આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો. ખ્યાતિ હોસ્ટિલમાં કાર્તિક પટેલ 51% જેટલો ભાગ ધરાવતો હતો.
ત્યારે આજે કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂંક કરી છે.
આ મુદ્દાઓ પર થશે પૂછપરછ
રિમાન્ડ મેળવ્યા બાદ હોસ્પિટલ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકનાં કનેક્શન, હોસ્પિટલના નુકશાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા, તે કેવી રીતે કર્યા તે અંગે તપાસ કરાશે. સાથે જ હોસ્પિટલ દ્વારા કેમ્પની પરવાનગી કોણ આપતું તે બાબતે આરોપીની તપાસ કરાશે. કાર્તિક પટેલે કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ જરૂરી છે. હેલ્થ વિભાગનું કોણ કોણ સંકળાયેલુ હતું તે અંગે પણ તપાસ કરાશે. માહિતી મળી છે કે આરોપી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને દુબઈમાં પણ પ્રવાસ કર્યો છે. જેથી ત્યાં વાપરવામાં આવેલો મોબાઈલ પણ રિકરવર કરવો ખૂબ જરૂરી છે.
આ પણ વાંચોઃ નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 70 લોકોના મોત