Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

Ahmedabad Plane Crash:અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 268 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત ચાર મેડિકલ વિદ્યાર્થીઓ, ત્રણ મેસ કર્મચારીઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. જોકે, મૃત્યુઆંક 300ને પાર કરી શકે છે, કારણ કે હજુ પણ ઘણા મૃતદેહોની ઓળખ થવાની બાકી છે અને અનેક લોકો લાપતા છે. મળતી માહિતી મુજબ 19 મૃતદેહોની ઓળખ હજુ થઈ નથી તેમજ મેસ અને મેડિકલ હોસ્ટેલમાં સફાઈ કામ માટે આવતા 15થી વધુ કર્મચારીઓ હજુ લાપતા છે. ત્યારે જે લોકોનો કોઈ પત્તો નથી લાગ્યો તેઓ હવે સામે આવી રહ્યા છે. પ્લેન દુર્ઘટના સમયે કોલેજની મેસમાં કામ કરતા એક દાદી અને તેમની પૌત્રીનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા

આજે સવારે, દુર્ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની પ્રક્રિયા દરમિયાન વિમાનના ટેલના ભાગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે, આ મૃતદેહ એર હોસ્ટેસનો હોઈ શકે છે. આ સાથે, હજુ પણ ઘણા લોકો લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે, અને તેમના પરિવારજનો ચિંતામાં ડૂબેલા છે. ખાસ કરીને, બી.જે. મેડિકલ કોલેજના મેસમાં કામ કરતી સરલાબેન અને તેમની બે વર્ષની પૌત્રીનો કોઈ પત્તો નથી મળ્યો. સરલાબેન દુર્ઘટનાના દિવસે પોતાની પૌત્રીને સાથે લઈને મેસમાં કામ કરવા ગયા હતા, અને દુર્ઘટના બની ત્યારથી તેઓ ગુમ છે. આ પરિવાર અમદાવાદના અસારવા વિસ્તારનો રહેવાસી છે. આ ઉપરાંત, એક ચાર વર્ષની બાળકી પોતાની માતાની રાહ જોઈ રહી છે, જેમનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી.

મૃતદેહોની ઓળખમાં પડકાર

મહત્વનું છે કે, દુર્ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 268 મૃતદેહો મળી આવ્યા છે, પરંતુ 19 મૃતદેહોની ઓળખ હજુ નથી થઈ. ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ઘણા મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આ ઉપરાંત, બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસમાં સફાઈ કામ માટે આવતા 15થી વધુ કર્મચારીઓ હજુ લાપતા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડીએનએ ટેસ્ટિંગ અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ

આ દુર્ઘટનાએ અમદાવાદના લોકોમાં શોક અને આઘાતનું મોજું ફેલાવ્યું છે. ખાસ કરીને, અસારવા વિસ્તારના રહેવાસીઓ, જેમના પરિવારજનો મેસ અને હોસ્ટેલમાં કામ કરતા હતા, તેઓ હજુ પણ આશા સાથે તેમના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલોમાં ડીએનએ ટેસ્ટિંગ અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે સવાલ તે થાય છે કે, આ ઘટનામાં કેટલા લોકોના મૃત્યું થયા છે તેનો ચોક્કસ આંકડો હજુ સામે આવશે ખરો ?

આ પણ વાંચો:

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 3 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 4 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 3 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 6 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 5 views

  • 10 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!