Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Ahmedabad plane crash: 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાએ સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. જેમાં નિર્દોષ લોકોના પણ જીવ ગયા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787 ડ્રીમલાઇનર), જે અમદાવાદથી લંડન જઇ રહી હતી, ટેકઓફના થોડા સમય બાદ મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ ગઈ હતી. આ દુર્ઘટનામાં 279થી વધુ લોકોના મોત થયા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ (230 મુસાફરો, 2 પાયલટ, 10 ક્રૂ) તેમજ જમીન પરના ઓછામાં ઓછા 38 લોકોનો સમાવેશ થાય.

ત્યારે હવે આ દુર્ઘટનામાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે પગલા લેવાયા છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાને ક્રૂ રોસ્ટરિંગના ત્રણ અધિકારીઓને હટાવવાનો આદેશ આપ્યો છે, જેઓ “લાયસન્સિંગ, આરામ અને રિસન્સી આવશ્યકતાઓમાં ખામીઓ” માટે જવાબદાર હતા. આ સાથે જ નિયમનકારે એરલાઈનને બે ફ્લાઈટ્સ 16 અને 17 મે ના રોજ બેંગલોર-લંડનને ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) નિયમોના ઉલ્લંઘન સાથે સંચાલન કરવા બદલ શો-કોઝ નોટિસ ફટકારી છે. જેમાં પાયલટોને 10 કલાકથી વધુ સમય સુધી ઉડાણ ભરવા દબાણ કરવામાં આવ્યું હતું.

20 જૂનના આદેશમાં જણાવાયું છે કે, “એર ઈન્ડિયા દ્વારા સ્વૈચ્છિક રીતે જાહેર કરાયેલા વારંવારના અને ગંભીર ઉલ્લંઘનોમાં ફ્લાઈટ ક્રૂનું શિડ્યૂલિંગ અને સંચાલન લાયસન્સિંગ, આરામ અને રિસન્સી આવશ્યકતાઓની ખામીઓ સાથે કરવામાં આવ્યું હતું.

આ ઉલ્લંઘનો ક્રૂ રોસ્ટરિંગ પ્લેટફોર્મના સંક્રમણ દરમિયાન સમીક્ષા વખતે જાણવા મળ્યા હતા. આ બાબતો ક્રૂ શિડ્યૂલિંગ, પાલન નિરીક્ષણ અને આંતરિક જવાબદારીમાં વ્યવસ્થિત નિષ્ફળતાઓ દર્શાવે છે. ખાસ કરીનેઆ ઓપરેશનલ ખામીઓ માટે સીધા જવાબદાર મુખ્ય અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાંનો અભાવ ચિંતાજનક છે.”

આદેશમાં એમ પણ કહેવાયું છે કે, આ સસ્પેન્ડ કરાયેલા ત્રણ વરિષ્ઠ અધિકારીઓ “ગંભીર અને વારંવારની ખામીઓમાં સામેલ હતા, જેમાં અનધિકૃત અને નિયમોનું પાલન ન કરતા ક્રૂ પેરિંગ, ફરજિયાત લાયસન્સિંગ અને રિસન્સી નિયમોનું ઉલ્લંઘન, તેમજ શિડ્યૂલિંગ પ્રોટોકોલ અને નિરીક્ષણમાં વ્યવસ્થિત નિષ્ફળતાઓનો સમાવેશ થાય છે.”

  હટાવવામાં આવેલા અધિકારીઓન નામ ચુરા સિંહ, ડિવિઝનલ વાઇસ-પ્રેસિડેન્ટ, પિંકી મિત્તલ, ચીફ મેનેજર, ડીઓપીએસ, ક્રૂ શિડ્યૂલિંગ,, પાયલ અરોરા, ક્રૂ શિડ્યૂલિંગ, પ્લાનિંગ છે.

આ પણ વાંચો:

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ

Election Data: ચૂંટણીના વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોણ મરાવી રહ્યું છે તરાપ?

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

ગુજરાતી ફિલ્મ નિર્માતા  Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

    • March 20, 2026
    • 4 views
    Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 9 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 16 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 6 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 13 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!