
Ahmedabad: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. ડોક્ટરે વ્યાજખોરોના ત્રાસથી ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ ડોક્ટર સાવાર હેઠળ છે. પિડિત ડોક્ટરે પોલીસમાં ફરિયાદ આપી છે.
વ્યાજખોર સામે ફરિયાદ
અમદાવાદના નવા નરોડામાં રહેતાં ડોક્ટરે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. નીક વિહોલ નામના ડૉકટરે જમીનમાં રોકાણ માટે પોતાના મિત્ર પાસેથી 10 લાખ લીધા હતા. 10 લાખમાંથી 2.78 લાખ મિત્રને પરત કર્યા હતા. બાકીના નીકળતા 7.22 લાખ માટે અવારનવાર મિત્ર હેરાન પરેશાન કરતો હતો. કંટાળીને નીલ વિહોલ નામના ડોક્ટરે ઉંદર મારવાની દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડોકટરની તાત્કાલિક સારવાર બાદ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર પાર્થ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. જેથી આરોપી વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?
આ પણ વાંચોઃ આકરી ગરમી વચ્ચે આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ!, લોકો રોષે, ક્યારે ચાલુ થશે? | Electricity outage