
Rickshaw theft in Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો છે. બનાસકાંઠા એલસીબીએ આ રિક્ષાચોરને રુ.11.61 લાખની 8 રિક્ષાઓ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર બનાસકાંઠા એલસીબીએ બાતમી આધારે 8 રિક્ષાચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડ્યો છે. રિક્ષાચોર દિનેશ વાલ્મીકી જે મૂળ કાંકરેજના વડા ગામનો વતની અને હાલ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહે છે. આરોપીને બાતમી આધારે ભાભર-વાવ સર્કલ પાસે હાઈવે પર CNG રિક્ષા (GJ-01-TJ-8645) લઈને જતાં રોકવામાં આવ્યો હતો. બાદમાં રોકીને ચાલક પાસે કાગળો માંગવામાં આવ્યા હતો. જોકે શખ્સ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસને ગોળગોળ જવાબ આપી રહ્યો હતો. જેથી પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી.
આરોપી રિક્ષાચોર દિનેશ વાલ્મીકીની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ચોરીનો ગુનો કબૂલી લીધો હતો. તેણે કબૂલ્યું હતુ કે આ 8 રિક્ષાઓ અમદાવાદના વિવિધ વિસ્તરોમાંથી ચોરી હતી. અહીં હું આ રિક્ષાઓ ચોરી કરી વેચવા લાવ્યો છે. જે કબૂલાત બાદ તેની પાસેથી રુ. 11.61 લાખની 8 રિક્ષા સહિત એક મોબાઈલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surendranagar: શિકાગો જેવું સુરેન્દ્રનગરમાં ગન કલ્ચર!, સૌથી વધુ ગેરકાયદે હથિયા અને ગુનાખોરી
આ પણ વાંચોઃ Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’
આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે ગુજરાતમાં ટોલ ટેક્સમાં વધારો, જાણો કેટલો ટોલ ટેક્સ? | toll tax
આ પણ વાંચોઃ Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ