
અમદાવાદ: નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન અમદાવાદ ગરબાપ્રેમીઓનું હબ છે, પરંતુ અમદાવાદની આ એક અનોખી ગરબીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં શહેરના શાહપુરની સદુ માતાની પોળમાં પુરુષોને સાડી પહેરીને ગરબા રમતા જોવા મળે છે.
આ ગરબી માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ તેની પાછળ 200 વર્ષ જુનું રહસ્ય છુપાયલું છે. સ્થાનિક લોકો અનુસાર, શાપ અને સમર્પણના પ્રકરણને ધ્યાનમાં રાખી પુરુષોએ નવરાત્રિમાં સાડી પહેરીને ગરબા રમવાની શરૂઆત કરી હતી. ભક્તોની માન્યતા છે કે આ રીતે ગરબા રમવાથી શાપમાંથી મુક્તિ મળે છે અને પૂરા સમાજને આશીર્વાદ મળે છે.
દાયકાના દાયકાઓ વિત્યા છતાં આ પરંપરા હજુ જેમની તેમ જ જાળવવામાં આવી છે. લોકો આ ગરબીને માત્ર નૃત્ય કે આનંદ માટે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસો જીવંત રાખવા માટે માનતા આવ્યા છે. 200 વર્ષ પહેલા શરૂ થયેલી આ પરંપરા આજે પણ નવરાત્રિના પવિત્ર તહેવારમાં શહેરના લોકો અને દર્શકોને કઇંક વિશેષ અનુભવ આપતી રહે છે.
અલગ રીતે જોવામાં આવે તો આ પ્રસંગ માત્ર ગરબા નહીં, પરંતુ એ તહેવારની ધર્મ, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, જે ભારતમાં લોકજીવન અને આરાધનાને જોડતું એક અદ્ભુત પ્રદર્શન છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા










