Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ

Unseasonal rain:  ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ઘણા જીલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે રાજકોટ, બોટાદ, ભાવનગરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. જેથી તલ, બાજરી, ઉનાળું ડાંગરને નુકસાન થવાની ભીતી છે.

ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

અમદાવાદના વાતાવરણમાં પણ મોટો ફેરફાર થયો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરમાં પડવાની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ભારે પવનને કારણે શહેરીજનોએ ગરમીથી રાહત મળેવી છે. લોકોએ ગરમીથી હાશકારો મેળવ્યો છે.

બીજી બાજુ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વાવાઝોડાના કારણે કેરીને નુકસાન થયું છે. આંબા પરથી કેરીઓ ખરી પડી છે. સાથે સાથે ખેતરમાં વાવેલા પાકને પણ વરસાદ અને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે.

બીજી તરફ ખેડા-આણંદ જીલ્લામાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહિસાગરમાં વીજળીના કડકા ભડાક સાથે પડેલા વરસાદમાં બે પશુઓના મોત થઈ ગયા હતા. જ્યારે અમદાવાદના વિરમગામ તાલુકાના ભોજીયાપુરા ગામની સીમમા વીજળી પડતા ખેડૂતનું મોત થયું હતુ. વરસાદ ચાલુ થતાં ખેડૂત ખેતરમાં પાક પર તાડપત્રી ઢાંકવા ગયા તે વખતે વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતુ.

આ પણ વાંચોઃ

Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’

Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી

CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

Related Posts

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 15 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા