Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’

Rajkot: તાજેતરમાં રાજકોટ જીલ્લાના ગોંડલમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં રીબડા ગામના અમિત ખૂંટે 17 વર્ષિય સગીરા પર બળાત્કાર ગુજાર્યાના આરોપ થયા હતા. જોકે આ આક્ષેપ બાદ યુવકે પોતાના ખેતરમાં ઝાડની ડાળીએ ફાંસો બનાવી આપઘાત કરી લીધો છે. જો કે એકાએક યુવાને આપઘાત કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ મામલે મૃતક અમિત ખૂંટના પિતા દામજીભાઈ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ, રાજદીપસિંહ મહીપતસિંહ સામે આપઘાતની દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે એક 17 વર્ષિય સગીરાએ તેના પર બળાત્કારના આક્ષેપ કર્યા હતા. ત્યારથી તે ચિંતામાં હતો. તેના પર આરોપ કરાયા હતા કે  સગીરાને કેફી પીણુ પીવડાવી, બેભાન કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.  સગીરાની બેહેને અમિત ખૂંટ સામે વિડિયો દ્વારા પોલીસને કાર્યવાહી કરવા માગ કરી હતી. સાથે જો કાર્યવાહી નહીં થાય તો આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી. જોકે તે પહેલા જ બળાત્કારના આક્ષેપોનો સામનો કરી રહેલા અમતિ ખૂટે આપઘાત કરી લીધો છે. જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ યુવકના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે આરોપીને પકડવા માગ કરી છે. જ્યા સુધી આરોપીઓ પકડવામાં નહીં આવે ત્યા સુધી મૃતદેહ સ્વીકાર કરવાની ના પાડી દીધી છે.

‘ચાર છોકરીએ હનીટ્રેપ કર્યું’

હું અનુભાના દબાણથી ગળાફાંસો ખાવ છું. રાજદીપના ત્રાસથી મરું છું. હું જાઉં છું મારી સાથે આ ચાર છોકરીએ હનીટ્રેપ કર્યું છે. એક આ બધું જે મીડિયામાં બોલે છે એ અને પૂજા રાજગોર. આની સાથે ત્રણ છોકરા છે. આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે. જેમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માગતા’તા. મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે. આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે. હું આ દુનિયા છોડીને જાવ છું.

પોલીસ સાહેબ મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે. હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આ બધાને સખતમાં સખત સજા કરજો. આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલું છે. મારી ઉપર આવું અનેકવાર દમન કરવામાં આવ્યું છે. જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું. પરંતુ અમે નાના માણસો છીએ એમને પહોંચાય એમ નથી.

ભાઈ મંત્ર, સમર્થ અને કિસુ, બીના બધાનું ધ્યાન રાખજે. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. મંત્રને જોઈએ એ લઈ દેજે. હું તો હવે નથી, તારે સ્ત્રી થઈને બધાનું ધ્યાન રાખવાનું છે. ફુલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલો છે. આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ મજબૂર
કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે, આને મને મળવા મજબૂર કરેલ છે.

અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી. એટલે આવી બદનામી વાળી જિંદગી મારે નથી જીવવી. જેથી કરીને હું અને મારો પરિવાર ઊંચું મોં રાખી ગામમાં ના નીકળી શકીએ એવી બદનામી કરી. અનુભા આવુ ના કરાય.

તમારે સમાધાન ક૨વું હતું તો તમે એક ફોન કર્યો હોત તો હું આવી જાત, મેં તમારી આવી આબરૂ કાઢી હોત તો, તમારે યાદ છે ને ગામમાં પણ બધું ખુલ્લુ કરીને મારે હવે તમને બદનામ નથી કરવા. તમારે ખાલી ગામ સાથે આવું તો નહોતું કરવું અને હા મારા તમામ મિત્રોને વિનંતી છે કે, આની ઉપર કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કરજો. ત્યારે મારા જીવને શાંતિ મળશે. તમે મારા ઉપર આવું કર્યું છે ભગવાન તમને બચાવે બીજું શું. કરો રીબડામાં જલસા.

અનુભા અને રાજદીપભાઈને કહેજો જય માતાજી, હવે તમને કોઈ નડવા નહીં આવે.

 

આ પણ વાંચોઃ

Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી

CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 4 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત