
Ahmedabad: આજ રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીને લઈને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલી ‘યુનિટી માર્ચ’ દરમિયાન એક નાની અણધારી ઘટના બની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યો, ત્યારે વરસાદથી ભીની કાર્પેટ પર તેમનો પગ લપસ્યો અને તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરતાં ગબડી પડ્યા. જો કે સદભાગ્યેતેમને કોઈ ઈજા નથી થઈ અને તેઓ તરત સુરક્ષિત થઈ ગયા. સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક મદદ કરી અને તેઓએ માર્ચને આગળ વધારી દીધી, જ્યાં હજારો લોકો એકઠા થયા હતા.
સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નારણપુરા વિસ્તારમાં બનેલા સ્ટેજ પર લાલ કાર્પેટ વરસાદથી ભીનું થઈ ગયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્વક ફૂલોનો હાર પહેરાવ્યો અને પછી નીચે ઉતરતી વળે ત્યારે પગ લપસ્યો. પગથિયાં પરથી તેઓ ખસી પડ્યા, પણ આસપાસના સુરક્ષા અને સ્ટાફે તરત જ તેમને સમારપ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ બરાબર ઊભા થઈને હસી-મજાક કરતા જોવા મળ્યા, જેનાથી ભીડમાં રાહતની લહેર દોડી ગઈ.
અમદાવાદમાં સરદાર પટેલને પુષ્પાંજલી આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ દાદર પર લપસ્યાં | BHUPENDRA PATEL pic.twitter.com/DeVQ1HRkaP
— The Gujarat Report (@TGujarat_Report) October 31, 2025
મુખ્યમંત્રીએ માર્ચને ફ્લેગ ઓફ કર્યો
આ ઘટના પછી પણ મુખ્યમંત્રીએ હતાશા વિના માર્ચને ફ્લેગ ઓફ કર્યો અને પોતાની જવાબદારી નિભાવીને 100 મીટર સુધી પદયાત્રામાં જોડાયા. અમદાવાદમાં આ યુનિટી માર્ચમાં ફાયર અને પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ તથા શહેરીઓની ભીડ ઉમડી પડી. મેયર પ્રતિભા જૈન, મંત્રી દર્શનાબેન વાઘેલા, પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી જેવા વિશિષ્ટ મહેમાનો પણ સામેલ થયા. આશ્રમ રોડ પરથી ઈન્કમટેક્સ સુધી પહોંચેલી આ માર્ચમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘ફીટ ઈન્ડિયા’ના નારા ગુંજતા રહ્યા, જે મેદસ્વીતા મુક્ત અભિયાનને પણ બળ આપ્યું.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!










