Ahmedabad: વસ્ત્રાલમાં ગુંડાગીરી સામે આવ્યા બાદ બૂલડોઝર કાર્યવાહી

Ahmedabad: અમદાવાદ સહિત ગુજરાતમાં દિવસે દિવસે અસમાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે હવે તંત્રએ આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. અસમાજિક તત્વોની માહિતી આપવા નંબર પણ જાહેર કરાયો છે. ગુજરાતના ગુંડાઓનું લિસ્ટ પણ બનાવ્યું છે.  હવે અમદાવાદમાં અસાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે બાંધેલા મકાનો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસે લાલ આંખ બતાવી છે. વસ્ત્રાલ અને સરખેજ, શાહીબાગ જેવા વિસ્તારોમાં ગુનેગારોના મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડનું રોડ પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. દિલીપ રાઠોડ શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત લિસ્ટેડ બુટલેગર છે. આજ રીતે વડોદરામાં પણ કામગીરી ચાલી રહી છે.

અમદાવાદના વસ્ત્રાલમાં 3 આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા

વસ્ત્રાલમાં થયેલી તોડફોડની ઘટનામાં સામેલ ત્રણ મુખ્ય આરોપીઓ રાજવીરસિંહ બીહોલા, શ્યામ કાબલે અને અલકેશ યાદવના ગેરકાયદે મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમરાઈવાડી, ખોખરા, ઘનશ્યામ નગર, કુકુભાઈની ચાલી, લવજી દરજીની ચાલી અને સત્ય નારાયણ નગર જેવા વિસ્તારોમાં પણ આવા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.

આરોપીઓના ઘર પર બૂલડોઝર ફેરવવા પર સુપ્રિમે શું કહ્યું હતુ?

સુપ્રીમ કોર્ટે એક અરજીકર્તાની સુનાવણી દરમિયાન દેશભરમાં આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહીના મામલામાં કહ્યું હતુ કે જો કોઈ વ્યક્તિ ફક્ત આરોપી હોય તો મિલકત તોડી પાડવાની કાર્યવાહી કેવી રીતે કરી શકાય? જસ્ટિસ વિશ્વનાથન અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે કહ્યું, “જો કોઈ દોષિત હોય તો પણ આવી કાર્યવાહી કરી શકાતી નથી.”

આ પણ વાંચોઃ Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી

આ પણ વાંચોઃ UP News: મહિલાનો પ્રાઈવેટ પાર્ટ પકડી નાડુ તોડવું બળાત્કારની કોશિશ નથી: હાઈકોર્ટનો ન્યાય

આ પણ વાંચોઃ   Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

Related Posts

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 7 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 5 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 7 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો