Ahmedabad: બાળકોમાં જોવા મળતા ઓટિઝમના 80 ટકા કેસ માત્ર ડાયટ અને કસરતથી જ સારા થઈ જાય છે ! ડૉક્ટરોનું શુ કહેવુ છે? વાંચો

Ahmedabad: વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ અથવા વિશ્વ ઓટીઝમ સ્વીકૃતિ દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 2 એપ્રિલે ઉજવવામાં આવે છે,જેનો હેતુ ઓટીઝમ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ વધારવા , ઓટીસ્ટીક વ્યક્તિઓની સ્વીકૃતિ,પ્રશંસા અને પ્રોત્સાહન આપવાનો છે.

અમદાવાદ ખાતે તા 2 એપ્રિલના વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની પૂર્વસંધ્યાએ પત્રકારોને સંબોધતા ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે અને 20 ટકા બાળકોમાં મેટાબોલિક અને જીનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જીનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપથી ઘણી કારગત પુરવાર થઇ છે. હોમિયોપથીની દવાઓ દ્વારા જીનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લઇ શકાય છે.

ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, સોડિયમ ચેનલ, પોટેશિયમ ચેનલ, એકવા ચેનલ એપિલેપ્ટિક, એન્સેફેલો, ઇન્ટેલેક્ટને અસર કરનાર જનીનની અસરો હોમિયોપથીની દવાઓથી 90 ટકા સુધી નાબુદ કરી શકાય છે. ફક્ત 10 ટકા જનીનમાં સુધારો થઇ શક્તો નથી એમ આ નિષ્ણાતોના સંશોધનમાં જણાયું છે.

ડો. કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે “ઓટિઝમની સારવાર માટે આપણે નવી માર્ગદર્શિકાઓને ઘડીને અમલમાં મુકવાનો યોગ્ય સમય પાકી ગયો છે. પશ્ચિમનાં દેશોની ઓટિઝમ સારવાર અંગેની માર્ગદર્શિકાઓથી નિશ્ચિત સમયમાં સારવારની અસર જણાતી નથી. ભારતમાં ઓટિઝમની સારવાર માટે તાલિમબધ્ધ ડોકટરોની અછત વર્તાય છે. આથી આપણે પશ્ચિમનાં દેશોની માર્ગદર્શિકાઓને ભુલીને આપણી પોતાની માર્ગદર્શિકા ઘડીએ તે જરૂરી છે. ભારતનાં ડોકટરો ઓટિઝમની સારવારમાં પશ્ચિમી દેશોની સરખામણીમાં ઘણાં આગળ છે. આથી આપણે ત્યાં ઓટિઝમની સારવારમાં ડાયટ, કસરત અને વ્યક્તિગત સારવાર પ્લાન સાથેનો નવો પ્રોટોકોલ અમલી બને તે જરૂરી છે.”

ડો. જયેશ શેઠે જણાવ્યું હતું કે ઓટિઝમ એ એવાં પ્રકારનું દર્દ છે જેમાં બાળકો મંદબુદ્ધિના નથી હોતા પણ તેમના મગજના ન્યૂરોન્સના વાયરીંગમાં કોઇ અવરોધ સર્જાવાથી કે કોઇ ગરબડ થવાથી તેની બોલવાની અને વિચારવાની ક્ષમતાને અસર પહોંચે છે. ઓટિઝમના 50 ટકા કિસ્સામાં આવાં જનીનની સમસ્યા ખાસ જોવા મળે છે. આવા બાળકોનું નિદાન જેટલું વહેલું થઇ જાય તેટલી સારવાર અને માર્ગદર્શન વધુ અસરકારક નીવડે છે.

ડો પટેલ અને ડો. શેઠે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ઓટીઝમના રોગથી પીડાતા 100 થી વધુ જરૂરીયાતમંદ બાળકોની સારવાર, જીનેટીક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલ થેરાપી પાછળ વાર્ષિક રૂ. 10,૦૦,૦૦૦ સુધીની મદદ ડોકટરો દ્વારા કરાઇ રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં ઓટીઝમનાં ક્ષેત્રમાં સારવાર અને રિસર્ચ કરનારા એલોપેથીક, હોમીયોપેથીક આર્યુવેદિક જેવી તમામ શાખાના ડોકટરો સંયુક્તપણે થેરાપી કરનાર સાથે રહી, ઝડપી સારવાર અને સુધારો લાવવા કટીબધ્ધ છે.

વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીત હોય છે. આ આંકડો અત્યંત ભયજનક ગણવામાં આવ્યો છે, કારણકે વિશ્વભરમાં કેન્સરગ્રસ્ત, ડાયાબીટીસ અને HIV જેવા જીવલેણ રોગોથી પીડાતા બાળકોની ટકાવારી કરતાં ઓટીઝમથી પીડીતા બાળકોની સંખ્યા વધારે છે.

■ઓટીઝમ શું છે?તેના લક્ષણો શુ હોય છે?જાણો

બાળકોમાં 18 થી 24 મહિનાની ઉંમરમાં નિદાન થતી, ન્યુરોલોજીકલ, એન્ડ્રોલોજીકલ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ સિસ્ટમને અસર કરનાર બિમારી છે, જેના લક્ષણો નીચે મુજબ છે.

– બાળકનું બોલવાનું સમયસર આવતુ નથી કે તદ્દન આવતુ નથી, થોડા શબ્દો બોલી આગળ વાક્યનો પ્રયોગ ન કરી શકે.
– ઘરના સભ્યો જેવાકે માતા, પિતા, ભાઈ, બહેન સાથે જરૂરથી નજર ના મેળવે.
– પોતાની ઉંમરના બાળકો રમતા હોય તો તેની સાથે ન રમે ને દૂર જઈ એકલો રમવાનું પસંદ કરે.
– કારણ વગર હસ્યા કરે રડ્યા કરે.
– કોઈ એક રમકડું, વસ્તુ કે કપડાના ટુકડાથી લાંબાસમય સુધી રમવું, સાથે લઈને સુઇ જવું.
– હાથની આંગળીઓ હલાવવી, કુદકા મારવા, એક જ જગ્યાએ ગોળગોળ ફરતાં રહેવું.
– મીક્ષર, વેક્યુમ ક્લિનર ફટાકડાના અવાજથી ડરીને કાન ઉપર હાથ રાખવા.
– વસ્તુઓ ફેકવી અને ચીસો પાડવી.
– પોતાના શરીરને દાંત વડે ઈજા પહોંચાડવી, દિવાલ સાથે માથુ અથડાવવું.
ઉપરોક્ત લક્ષણોમાંથી બે કે વધારે લક્ષણો બાળકમાં જોવા મળે તો તમારા બાળકને ડોક્ટરને બતાવી ઓટીઝમનું નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી. જો તમારા બાળકનું ઓટીઝમ કે તેના જેવી બિમારીનું નિદાન જેટલું નાની ઉંમરમાં થાય તો બાળકને આ લક્ષણોમાંથી સારા કરવાના ચાન્સ વધી જાય છે.
– દુનિયાભરના વૈજ્ઞાનિકો, ડોક્ટરો, યુનિવર્સિટીઝ ફાર્માસ્યુટિકલ અને ડાયગ્નોસ્ટીક કંપની ઓટીઝમનું નિદાન ઝડપથી થાય તે અંગે પ્રયાસો કરી રહ્યા છે.
આ બિમારી અંગે લોકોને જાણકારી મળે તે માટે 2 એપ્રિલને દર વર્ષે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ દિવસ તેમજ આખા એપ્રિલ મહિનાને ઓટીઝમ અવેરનેસ મંથ (મહિનો) જાહેર કરી ઓટીઝમ અંગે માહિતી મળે ને જાગૃતિ ફેલાય તેના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) ઉપર મુજબ જાહેર કર્યું છે.
આ મહિના દરમિયાન દુનિયાભરની જાણીતી જગ્યાઓને બ્લુ લાઈનથી સજાવવામાં આવે છે. જેમ કે સિડની ઓપેરા- ઓસ્ટ્રેલિયા, બુર્ઝ ખલિફા- દુબઈ, ઢળતા મિનારા- ઈટાલી, લંડન બ્રિજ- યુકે, ગીઝાના પીરામીડ- ઈજીપ્ત, એફિલ ટાવર- ફ્રાન્સ (પેરીસ)ને વાદળી લાઈટથી સજાવવામાં આવે છે.

ઓટીઝમનું નિદાન

18 મહિનાની ઉંમરના બાળકથી લઈ 30 મહિનાની ઉંમરના બાળકોમાં જોવા મળતી આ બિમારી કોઈ એક ટેસ્ટ કે અન્ય મેડિકલ રિપોર્ટ જેવા કે CT SCAN, MRI SCAN, PET SCAN કે EEG થી જાણી શકાતી નથી, તે માટે ઉપરોક્ત રિપોર્ટ સિવાય નીચેના બે તબક્કામાં નિદાન થઈ શકે છે.
પહેલા તબક્કામાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે નહિં તે જાણવા માટે બાળકની શીખવાની ક્ષમતા, તેની બોલવાની રીત, શબ્દોને વાક્યો સાથે તેના ચહેરાના હાવભાવનો અભ્યાસ કરી તેની નોંધ રાખી ચોક્કસ સમય અંતરે જેમ કે 12 મહિના, 18 મહિના કે 24 મહિના એટલે કે 2 વર્ષની ઉંમરે બાળકોનો વિકાસ દર (શારીરિક અને માનસિક) (Physical & Mental Development) ને ધ્યાનમાં રાખી નિદાન કરવામાં આવે છે. આ ઉપરોક્ત અભ્યાસમાં બાળકના માતા પિતા, તેના ડોક્ટર્સ બાળકની સંભાળ રાખનારને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રશ્નોત્તરીના જવાબ આધારે નિદાન કરવામાં આવે છે.
બીજા તબક્કાનું નિદાન આ રોગના નિષ્ણાંત ડોક્ટરો જેવા કે ડેવલેપમેન્ટ પીડિયાટ્રીસિયન કે Child Neurologist કે Child Psychiatrist/Psychologist (બાળકના જ્ઞાનતંતુ તેમજ વર્તણુકના રોગના નિષ્ણાંત) અને DAN (Defeat Autism Now) ડોક્ટર્સ દ્વારા થતી હોય છે.

ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરના કારણો

દુનિયાભરના ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો આ બિમારીના કારણો જાણવા પ્રયત્નો કરે છે પણ કોઈ એક ચોક્કસ કારણ સુધી આવી શક્યા નથી પરંતુ જુના કેસ/ નવા કેસની મેડિકલ હિસ્ટરી રેકોર્ડ અને તેમાં રહેલી સમાનતા – વિસંગતતા પરથી નીચેના તારણો પર આવ્યા છે.
– માતા ના શરીરમાં રહેલુ Chronic Infection જે બાળકના માનસિક વિકાસને ગર્ભાવસ્થા દરમિયાન અસર કરે જેમ કે Torch Infection.
– માતામાં રહેલી અંત:સ્ત્રાવી ગ્રંથીને કારણે હોરમોનમાં રહેલી અસમાનતા, થાઈરોડની ઉણપ.
– વાતાવરણમાં રહેલું પ્રદુષણ, પીવાના પાણીમાં રહેલું પ્રદુષણ જીનેટીક ડીસઓર્ડર
– કુટુંમ્બના સભ્યોમાં રહેલી ટ્યુબરક્યુલોસીસની બિમારી
– Epilepsy & Seizure Disorder (બાળકને ખેંચ આવવી)
– સેરોટોનીન અને ન્યુરોટ્રાન્સમીટરને લગતી બિમારી
MMR નામની રસી મુકાવ્યા બાદ ઘણાં બાળકોમાં ઓટીઝમના લક્ષણો જોવા મળે છે, દુનિયાભરના ડોક્ટરોમાં આ બાબતે ભિન્ન-ભિન્ન મત આવતા રહે છે. CDC (CDC – Centres for Disease Control & Prevention)નાં જણાવ્યા પ્રમાણે દુનિયામાં જન્ય લેતા 36 બાળકમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીત છે અને આ આંકડો ભયજનક ગણવામાં આવ્યો છે, કેમ કે તે કેન્સર, ડાયાબીટીસ અને HIVના બાળકોના સરવાળા કરતા વધારે છે.

■સારવાર

હોમિયોપેથીમાં ઓટીઝમની સચોટ અને સમય સાથેની સારવાર સંભવ છે, દુનિયાભરના ડોક્ટર્સ તેમના પોતાના ઓટીસ્ટીક બાળકને હોમિયોપેથી સારવાર આપવાનું પસંદ કરે છે. વિશ્વભરમાં હોમિયોપેથી ઓટીઝમની સારવાર માટે પ્રચલિત છે. મોર્ડન મેડિકલ સાયન્સ એટલે કે એલોપેથીમાં ઓટીઝમ માટે કોઈ મેડિકલ સારવાર નથી, બાળકની હાયપર એક્ટીવીટી (Hyperactivity)ને કંટ્રોલમાં લેવા રેસ્પરીડોલ નામની દવા આપવામાં આવે છે. હોમિયોપેથી દવાની સાથે આહાર નિયંત્રણ અને શારીરિક કસરત એમ ઉપરોક્ત ત્રણ બાબત ઉપર ધ્યાન આપવાથી બાળકને ઓટીઝમમાંથી સામાન્ય બનાવી શકે છે.
– બાળક હોમીયોપેથીની સારવારથી 9 મહિના પછી બોલવાનું શરૂ કરે ત્યારે બાળકને 2 મહિના સ્પીચ થેરાપી આપવાથી બોલવાનું સારી રીતે આવી શકે છે.
– સારવારના 16 મહિના પછી બાળકને 3 મહિના માટે ABA સારવાર કરાવવાથી બાળકમાં બાકી રહેલો સુધારો ઝડપથી લાવી શકાય છે.

■સારવારની શરૂઆત કઈ રીતે કરવી?

– ઓટીઝમના લક્ષણો માલુમ પડે તો નજીકના બાળરોગ નિષ્ણાંત પાસે તેમજ આ સારવારના અનુભવી ડોક્ટર્સ પાસે બાળકને નિદાન કરાવી સારવાર ચાલુ કરવો. હોમિયોપેથીક દવાના પહેલા 120 દિવસની સારવાર દરમિયાન તમામ બાળકમાં સુધારો જોવા મળશે અને ત્યારબાદ દર 60 દિવસે સુધારોને લગભગ 225 મહિનાની દવાથી બાળક સામાન્ય થશે.
– ઉપરોક્ત સારવાર સાથે તમારા બાળકને GFCF DIET એટલે કે દૂધ અને દૂધની બનાવટ તેમજ ઘઉંને તેની બનાવટ સંપૂર્ણ બંધ કરવાની રહેશે, દૂધની બનાવટ જેમ કે દહીં, છાસ, માખણ, ચીઝ બંધ કરવું ને તેના બદલે બાળકને સોયા, બદામ કે નાળીયેરનું દૂધ આપવું, ઘઉંની બનાવટ જેમ કે રોટલી , ભાખરી, બિસ્કીટ બંધ કરી બાજરી, ચોખા અન્ય કઠોળ દરેક પ્રકારના લિલા શાકભાજી આપવા.
– બાળકને દોડાવવું, ઝડપથી ચલાવવું, સાયકલીંગ, સ્કેટીંગ તેજમ સ્વિમીંગ કરવાથી ઝડપથી સુધારો જોવા મળે છે.

આમ,યોગ્ય સમયે સમજદારી દાખવવાથી આવા બાળકો સારા થઈ શકે છે જે સમાજમાં જાગૃતિ લાવવા સંયુકત પ્રયાસો કરવા ઉપર ભાર મુકાયો હતો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ
  • April 2, 2026

■ મેયરની ખુરશી મુખ્ય પ્રધાન કરતાં પણ અસ્થિર! ■સુરતમાં કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહેવાનો રેકોર્ડ રહ્યો છે, વાંચો વિસ્તુત અહેવાલ (દિલીપ પટેલ,દ્વારા) Election: સુરત મહાનગરપાલિકા (મનપા) ની આગામી…

Continue reading
Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર! રાજકીય માહોલ ગરમાયો! આચાર સંહિતા લાગુ
  • April 1, 2026

Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજરોજ તા. ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: બાળકોમાં જોવા મળતા ઓટિઝમના 80 ટકા કેસ માત્ર ડાયટ અને કસરતથી જ સારા થઈ જાય છે ! ડૉક્ટરોનું શુ કહેવુ છે? વાંચો

  • April 3, 2026
  • 1 views
Ahmedabad: બાળકોમાં જોવા મળતા ઓટિઝમના 80 ટકા કેસ માત્ર ડાયટ અને કસરતથી જ સારા થઈ જાય છે ! ડૉક્ટરોનું શુ કહેવુ છે? વાંચો

Tariff: ટેરીફ અને યુદ્ધ પ્રેમી ટ્રમ્પે વિદેશી દવાઓ ઉપર 100 ટકા ટેરિફ ઝીંક્યો! સુપ્રીમ કોર્ટે રિફંડ અપાવ્યું તો ટ્રમ્પે બીજો રસ્તો શોધી કાઢ્યો!

  • April 3, 2026
  • 2 views
Tariff: ટેરીફ અને યુદ્ધ પ્રેમી ટ્રમ્પે વિદેશી દવાઓ ઉપર 100 ટકા ટેરિફ ઝીંક્યો!  સુપ્રીમ કોર્ટે રિફંડ અપાવ્યું તો ટ્રમ્પે બીજો રસ્તો શોધી કાઢ્યો!

Donald Trump: ટ્રમ્પે હાથ ઊંચા કરી દેતાં “હોર્મુઝ સ્ટ્રેટ” ખોલવા ભારત સહિત 60 દેશોની બેઠક મળી!

  • April 3, 2026
  • 2 views
Donald Trump: ટ્રમ્પે હાથ ઊંચા કરી દેતાં  “હોર્મુઝ સ્ટ્રેટ” ખોલવા ભારત સહિત 60 દેશોની બેઠક મળી!

Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!

  • April 2, 2026
  • 4 views
Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!

BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’ સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

  • April 2, 2026
  • 7 views
BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’  સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો

  • April 2, 2026
  • 9 views
Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો