AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • World
  • October 28, 2025
  • 0 Comments

AI Minister Dialla:  દુનિયાભરમાં ભારે ચર્ચામાં આવેલા અલ્બાનિયાના AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપવાના છે તેવું ત્યાંના વડાપ્રધાને જાહેર કરતા એક રોબર્ટ ગર્ભવતી બને તેવું કોઈ દિવસ શક્ય ન હોય તેમ કહી કેટલાકે મજાક ઉડાવી કેટલાકે તો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સોશ્યલ મીડિયા ઉપર ગાળો પણ આપી પણ અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ જે રીતે આ વાત કહેવા માંગતા હતા તેનો અર્થ જુદો છે જે આપને જણાવીશું કે ત્યાં હવે રોબર્ટ મંત્રીનું ચલણ વઘ્યું છે જે મંત્રીના સહાયક તરીકે કામ કરે છે અને તેની સફળતા જોઈ આવા બીજા 83 રોબર્ટ બનાવીને દરેક મંત્રીને સહાયક તરીકે આપવા જઈ રહયા છે મતલબ કે AI મંત્રી ડિએલા જેવા બીજા 83 રોબર્ટ બનશે જે રોબર્ટને ડીએલના સંતાન ગણાવ્યા છે.

જર્મનીના બર્લિનમાં યોજાયેલા ગ્લોબલ ડાયલોગ સંમેલનમાં અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ચોંકાવનારી જાહેરાત કરી હતી કે અલ્બાનિયાની પ્રથમ એઆઈ મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે અને તે 83 બાળકોને જન્મ આપશે એવું નિવેદન આપીને એડી રામાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી દીધી છે.મહત્વનું છે કે અલ્બાનિયામાં ભ્રષ્ટાચાર નાબુદ કરવાના હેતુથી વડાપ્રધાને સપ્ટેમ્બરમાં એઆઈ એજન્ટને મંત્રી બનાવવાની જાહેરાત કરી હતી અને હાલમાં ડિએલા દુનિયામાં પ્રથમ એઆઈ એજન્ટ છે, જેને મંત્રીપદ મળ્યું છે. અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ડિએલાને એઆઈ વિભાગના મંત્રી બનાવીને દેશમાં ભ્રષ્ટાચાર નાબુદીનું કામ તેને સોંપ્યું હતું. ડિએલાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે અલ્બાનિયાની મહિલાઓ પહેરે છે તેવા પરંપરાગત પોશાકમાં દેખાય છે. વહીવટમાં કોઈ ગરબડ હોય તો એના પર નજર રાખવાનું ડિએલાનું કામ છે. ડિએલા દુનિયાની પ્રથમ એઆઈ મિનિસ્ટર છે અને સફળ છે જે વાત નોંધનીય છે.

હવે બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમમાં અલ્બાનિયાના વડાપ્રધાને કહ્યું તે મુજબ એઆઈ મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે પણ ખરેખર આવું ટેકનિકલ શક્ય નથી, પરંતુ વડાપ્રધાને થોડાં ફિક્શનલ અંદાજમાં આ વાત કરી હતી. તેમનો કહેવાનો અર્થ એવો હતો કે અલ્બાનિયામાં ડિએલાની ડિઝાઈન પ્રમાણે જ 83 એઆઈ નવા એજન્ટ બનાવવામાં આવશે જે ૨૦૨૬ સુધીમાં આ તમામ એઆઈ એજન્ટ સત્તાધારી પાર્ટીના બધા જ 83 સાંસદોના સહાયક બનશે. સાંસદો હાજર નહીં એ સત્રનું કામ પણ આ એજન્ટ સંભાળી લેશે અને તેના આધારે સાંસદોને સલાહ-સૂચન આપશે.સંસદમાં થતી ચર્ચા-વિચારણાનો આ એઆઈ એજન્ટ્સ રેકોર્ડ રાખશે.લોકોના પ્રશ્નો અંગે સાંસદોનું ધ્યાન દોરશે. એક રીતે સત્તાધારી પાર્ટીના સાંસદોને ૨૦૨૬ સુધીમાં એઆઈ આસિસ્ટન્ટ મળી જશે.એ એઆઈ એજન્ટ્સમાં ડિએલાની ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવશે. તે અર્થમાં ડિએલા 83બાળકોની માતા બનશે એવું વડાપ્રધાન એડી રામાએ કહ્યું. તેમનું આ નિવેદન દુનિયાભરમાં વાયરલ થયું હતું અને ચર્ચાસ્પદ બન્યું હતું પણ વાત ફિજીકલી નહિ પણ ટેક્નિકલી છે.

આ પણ વાંચો:

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી

 Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US
  • October 28, 2025

ડોનાલ્ટ ટ્રમ્પના રશિયા( Russia )પાસેથી તેલ નહિ ખરીદવા અને કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવવાની કાર્યવાહીની અસર હવે દેખાઈ રહી છે અને તાકાતવર ગણાતા રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ઓઈલ સામ્રાજ્યને મોટો ફટકો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 22 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!