Trump: અમેરિકાની મદદે આવ્યા યુરોપિયન દેશો ‘બ્રિટને પોતાનું મિલિટરી બેઝ ખોલી આપ્યું!’ ઇરાનને ચારે તરફથી ઘેરવાનો પ્લાન

  • World
  • March 2, 2026
  • 0 Comments

Trump: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરી ઈરાનમાં 1000 જેટલા લક્ષ ઉપર હુમલો કર્યો છે અને 2000 બૉમ્બ વરસાવ્યા છે.અમેરિકા-ઇઝરાયલના હુમલામાં સુપ્રીમ લીડર ખામેની સહિત તેમના દીકરી-જમાઈ, પુત્રવધૂ-પૌત્રીનાં પણ મોત થઈ ચૂક્યા છે આ બધા વચ્ચે ટ્રમ્પે દાવો કર્યો છે કે “અમે એક જ ઝાટકે ઈરાનના 48 નેતાઓને ખતમ કરી દીધા છે.”ઈરાની મીડિયા અને સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાનમાં અત્યાર સુધીમાં 200થી વધુ ઈરાની નાગરિકો માર્યા ગયા છે અને 700થી વધુ ઘાયલ થયા છે.

ઈરાનમાં ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને લોકો જાહેરમાં વિરોધ પ્રદર્શન કરી રહયા છે તેમજ મસ્જિદો ઉપર લાલ ઝંડા લગાવી બદલો લેવાની પ્રતિજ્ઞા લઈ રહયા છે.જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના આ હુમલાને “ઈરાની જનતા માટે આઝાદીની નવી તક” ગણાવી છે,પરંતુ લોકો હવે ટ્રમ્પને નફરત કરતા નજરે પડ્યા હતા તેઓ માટે ધર્મ સર્વોપરી છે અને ખામેનીના મોત બાદ શિયાઓ ક્યારેય ટ્રમ્પને માફ કરવાના મૂડમાં નથી.

1989થી સત્તામાં રહેલા 86 વર્ષીય અયાતુલ્લા અલી ખામેનેઈનું તેહરાનમાં તેમના નિવાસસ્થાન પર થયેલા હુમલામાં નિધન થયા બાદ લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે અને ઈરાન જ નહીં પણ જ્યાં જ્યાં શિયા મુસલમાનો રહે છે તેવા દુનિયાના તમામ ભાગોમાં ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ પ્રદર્શન થયા છે જે શિયાઓની એકતા દર્શાવે છે.

ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલા વચ્ચે ઈરાને પણ 8 દેશો ઉપર જ્યાં જ્યાં અમેરિકાના મિલિટરી બેઝ આવેલા છે તેવા ઠેકાણા ઉપર વળતા પ્રહાર શરૂ કર્યા છે અને ઈરાનના IRGC એ દાવો કર્યો છે કે તેમના મિસાઈલ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં 560 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. તેમણે અમેરિકન યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ પર ચાર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હોવાનું પણ ઇરાને જણાવ્યું છે, જોકે,ઇરાનના આ દાવાને અમેરિકાએ નકારી કાઢ્યો છે.

બીજી તરફ ઇરાને વળતા હુમલા શરૂ કરતાં હવે યુરોપિયન દેશો પણ અમેરિકાના સમર્થનમાં આવ્યા છે અને બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ (E-3) સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા માટે કોઈ પણ પગલાં લેવા તૈયાર છે.બ્રિટને ઈરાની મિસાઈલ ડેપો અને લોન્ચર્સ પર હુમલો કરવા માટે બ્રિટિશ સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની અમેરિકાને છૂટ આપી છે,બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે આ જાહેરાત કરી છે.બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પોતાના સાથી દેશોના હિતોની રક્ષા માટે ડ્રોન અને મિસાઈલ હુમલા કરવા માટે તૈયાર છે. આ ત્રણેય દેશો હવે અમેરિકાને સાથ આપશે.આમ,ઈઝરાયેલ બાદ યુરોપિયન દેશો પણ અમેરિકાની પડખે થઈ જતા ઈરાન ચારે તરફથી ઘેરાઈ ગયું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

US visa cancellation: ટ્રમ્પ સરકારની 2 લાખ વિઝા રદ કરવાની તૈયારી, 70 હજારથી વધુ ભારતીયો પર ખતરો
  • August 27, 2026

US visa cancellation: ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે અમેરિકાએ ઓછામાં ઓછા 2 લાખ એવા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા રદ કરવાની…

Continue reading
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?
  • August 22, 2026

US debt 40 trillion: અમેરિકાની અર્થવ્યવસ્થાએ એક મહત્વપૂર્ણ પરંતુ ચિંતાજનક આર્થિક માઇલસ્ટોન પાર કર્યો છે. ફેડરલ સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું પહેલીવાર 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

  • September 4, 2026
  • 3 views
Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

  • September 4, 2026
  • 6 views
Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

  • September 4, 2026
  • 6 views
Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

  • September 4, 2026
  • 9 views
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

  • September 4, 2026
  • 9 views
Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

  • September 4, 2026
  • 12 views
SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર