
Ajab Gajab: આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેમને કંઈપણ ખાવાનું ગમે છે. તેઓ શાકભાજીથી લઈને પ્રાણીઓ સુધી કંઈપણ ખાઈ શકે છે. ઘણા લોકો એવા છે જેમને જીવંત પ્રાણીઓ ખાવાનું ગમે છે. જો તમે સોશિયલ મીડિયા પર છો તો તમે આવા ઘણા વીડિયો જોયા હશે. આવા મોટાભાગના વીડિયો જેમાં લોકો કોઈપણ જીવંત જીવને ખાય છે. ખાસ કરીને ચીનામાં લોકો જીવજંતુ અને પ્રાણી ખાતા હોય છે. હાલમાં પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ચીનનો લાગે છે.
વાયરલ વીડિયોમાં શું દેખાઈો છે?
Girl tries to cook a mantis shrimp and finds out pic.twitter.com/eLzdHj2KwP
— non aesthetic things (@PicturesFoIder) August 13, 2024
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા રેસ્ટોરન્ટના ટેબલ પર ખાવા માટે બેઠી છે. તે એક જીવંત ઝીંગા ઉપાડીને તેની પ્લેટમાં ખાવા માટે મૂકવા જઈ રહી છે, પરંતુ પછી તે હલવા લાગે છે અને તે ડરથી તેને છોડી દે છે. આ પછી તે ચોપસ્ટિકથી ઝીંગો ઉપાડવાનું શરૂ કરે છે, પરંતુ આ સમય દરમિયાન ઝીંગો તેને ભારે પડી જાય છે. ઝીંગા તેના હાથને જોરથી કરડે છે જેના કારણે યુવતી પીડાથી જોર જોરથી ચીસો પાડવા લાગે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ટિકટોક એકાઉન્ટ દેખાય છે જે ‘રૂરલ લાઈફ ચાઇના’ નામનું છે, તેથી આ વીડિયો ચીનનો હોવાનું અનુમાન છે.
તમે જે વિડીયો જોયો તે X પ્લેટફોર્મ પર @PicturesFoIder નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. સમાચાર લખાય ત્યાં સુધી, આ વિડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો જોયા પછી એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું – જ્યારે આટલો બધો ખોરાક અને શાકભાજી ઉપલબ્ધ હોય છે, તો માણસો પ્રાણીઓ કેમ ખાય છે? બીજા યુઝરે લખ્યું – તેની સાથે આવું થવું જોઈએ કારણ કે તે બિચારા પ્રાણી સાથે આવું કરે છે. ત્રીજા યુઝરે લખ્યું – આ ન્યાય છે.
આ પણ વાંચો:
Modi Degree: મોદીની ડિગ્રી જાહેર નહીં થાય, જાણો કોર્ટે શું કારણ આપ્યું!
Viral video: મુંબઈમાં 30 રુપિયાના ભાડા માટે રિક્ષાચાલકે કિશોરને લાફા માર્યા, જુઓ
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!