
ભારતના પાડોશી દેશ નેપાળ( Nepal)માં વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ પોલીસે ગોળીબાર કર્યા બાદ હિંસક વળાંક લીધો. નેપાળની સંસદ, નેતાઓના ઘરો, સરકારી કચેરીઓ અને ખાનગી મિલકતોને પણ પ્રદર્શનકારીઓએ ફૂકી મારી. આ પછી નેપાળ સેનાએ સુરક્ષાની કમાન સંભાળી છે. જો કે તેમ છતાં સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. આ સમગ્ર ઘટના અંગે નેપાળને અડીને આવેલા ભારતીય રાજ્ય બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તરફથી મોટું નિવેદન આવ્યું છે. સમ્રાટ ચૌધરીએ નેપાળમાં થયેલી હિંસા માટે કોંગ્રેસની ભૂલ જવાબદાર ગણાવી છે. ચાલો જાણીએ કે તેમણે આવું કેમ કહ્યું.
यह लोग कौन सा सस्ता नशा करते हैं? https://t.co/mHfcNuElXt
— Supriya Shrinate (@SupriyaShrinate) September 10, 2025
સમ્રાટ ચૌધરીએ શું કહ્યું?
નેપાળની પરિસ્થિતિ અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, “આ બધું કોંગ્રેસની ભૂલ છે. અરાજકતા એટલા માટે થઈ રહી છે કારણ કે કોંગ્રેસે આ દેશોને અલગ કરી દીધા છે. જો નેપાળ આજે ભારતનો ભાગ હોત તો નેપાળમાં શાંતિ, સમૃધ્ધિ અને ખુશી હોત.” નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વધુમાં કહ્યું “લોકોમાં અસંતોષ છે, પરંતુ અરાજકતા ન હોવી જોઈએ. મેં કહ્યું હતું કે જો નેપાળ આજે ભારતનો ભાગ હોત, તો નેપાળ પણ સમૃદ્ધ હોત. જો પાકિસ્તાન ભારતનો ભાગ હોત, તો તે આજે ભારતની સાથે સમૃદ્ધ હોત. હું સ્પષ્ટ કરી રહ્યો છું કે આ કોંગ્રેસની ભૂલ છે, જેના કારણે આપણે આ બધું સહન કરવું પડી રહ્યું છે.”
‘સમય આવી ગયો છે…’
બિહાર નેપાળ સાથે સરહદ ધરાવે છે. પીટીઆઈ અનુસાર, રાજ્યના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસની આ ભૂલોને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા રાજકીય અને આર્થિક અસંતુલનનો સામનો કરી રહ્યું છે. સમ્રાટ ચૌધરીએ એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતા આ ઐતિહાસિક સત્યને સમજે અને કોંગ્રેસની નીતિઓને જવાબદાર ઠેરવે.
આ પણ વાંચો:
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India
Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’
UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…
Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો







