
- બારમાં મળેલા યુવકે ગુડગાંવમાં સંબંધીના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો યુવતિનો આક્ષેપ.
- યુપીના નોઇડાની યુનિવર્સિટીની ત્રણ વિદ્યાર્થિનીઓ દિલ્હીના એક બારમાં ગઈ હતી.
UP Rape Case । સપ્ટેમ્બર 2024માં યુપીના નોઇડાની એક પ્રસિદ્ધ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીના બારમાં મળી ગયેલાં યુવકે નશો કર્યા બાદ તેની સાથે અશ્લિલ ચેનચાળા કર્યા હતાં. તેમજ આરામ કરવાના નામે ગુડગાંવના સંબંધીના ફ્લેટ પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં અલ્હાબાદ કોર્ટે પિડીતા યુવતિને જ જવાબદાર ગણાવી છે અને 11 ડિસેમ્બર 2024થી જેલમાં બંધ આરોપી યુવકના જામીન મંજુર કર્યા છે.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો એવી છે કે, ઉત્તર પ્રદેશના નોઇડાની એક પ્રસિદ્ધ યુનિવર્સિટીની ત્રણ વિદ્યાર્થિનીઓ દિલ્હીના એક બારમાં ગઈ હતી. બારમાં વિદ્યાર્થિનીઓને કેટલાંક પરિચિત યુવક મળ્યાં જેમાં આરોપી યુવકનો પણ સમાવેશ થતો હતો. પિડીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દારૂ પીધા બાદ તેને નશો થઈ ગયો હતો અને ત્યારે આરોપી તેની નજીક આવતો હતો.
સવારે 3 વાગ્યા સુધીમાં આરોપી યુવક યુવતિને સતત તેની સાથે ઘરે આવવા કહ્યું હતું. યુવકે ઘણીવાર વિનંતી કરતાં “આરામ” કરવા માટે પિડીતા વિદ્યાર્થિની તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, રસ્તામાં યુવક તેને આપત્તિજનક રીતે સ્પર્શ કર્યા કરતો હતો. અને નોઇડામાં તેના ઘરે લઈ જવાને બદલે તેને ગુંડગાવમાં એક સંબંધીના ફ્લેટ પર લઈ ગયો હતો ત્યાં તેણે મંજૂરી વગર બળાત્કાર ગુજાર્યો હતો.
સપ્ટેમ્બર 2024માં રેપ કેસ નોંધાતા પોલીસે 11 ડિસેમ્બર 2024ના રોજ આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો. અલ્હાબાદ કોર્ટમાં જજ સંજય કુમાર સિંહની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. કોર્ટ સમક્ષ જામીન અરજીમાં આરોપીએ જણાવ્યું હતું કે, યુવતિને મદદની જરૂરત હતી. એ જાતે જ તેની સાથે ઘર પર આરામ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.
યુવતિને સંબંધીના ફ્લેટ પર લઈ ગયા બાદ બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ આરોપી યુવકે ફગાવી દેતાં જણાવ્યું હતું કે, બળાત્કાર નહોતો થયો પરંતુ, સહમતિથી બંનેએ સેક્સ માણ્યું હતું.
રેપ કેસ અંગે અલ્હાબાદ કોર્ટનું માનવું હતું કે, જો પિડીતાના આરોપો સાચે માનવામાં આવે તો પણ, એવા નિષ્કર્ષ પર પહુંચી શકાય છે કે, એણે જાતે જ આપદાને આમંત્રણ આપ્યું હતું. તે જાતે જ આના માટે જવાબદાર પણ છે.
ઉલ્લેખનિય છે કે, મેડિકલ તપાસમાં પિડીતાનું હાઈમન તૂટેલું મળ્યું હતું. પરંતુ, ડોક્ટરે યૌન હિંસાની કોઈ વિગતો અંગે રિપોર્ટ આપ્યો નહોતો.
કોર્ટનું કહેવું હતું કે, આ રેપ કેસ મામલે તથ્ય અને સંજોગોની સાથે સાથે અપરાધની પ્રકૃતિ, પુરાવા અને બંને પક્ષના વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી જાણકારી પર વિચાર કર્યા બાદ મારું માનવું છે કે, યુવકને જામીન આપવામાં આવી શકે છે. માટે જામીન અરજીનો સ્વિકાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?
કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress
યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow
UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ
મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence