
Gujarat News: ગુજરાતના હવામાનને લઈ નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 45થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે. બીજી તરફ ફ્રેબ્રુઆરીના અંતમાં ફરી માવઠું થવાની આગાહી પણ અંબાલાલે કરી છે.
આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; 40 સીટો સાથે 8થી સીધો 48 ઉપર કૂદકો