ભરતી કૌભાંડ કેસમાં AMC પોતે બનશે ફરિયાદી; પોલીસને સાથે રાખીને હાર્ડ-ડિસ્ક લીધી કબ્જે

મહાનગર પાલિકાના ટેક્નિકલ સુપરવાઇઝર નિમણૂકમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રિઝલ્ટના માર્ક્સમાં ચેડા કરી ત્રણ લોકોની ખોટી ભરતી કરી દેવાના કેસમાં એક નવું અપડેટ સામે આવ્યો છે. આ કેસમાં એએમસી પોતે ફરિયાદી બની શકે છે. તો આજે પોલીસને સાથે રાખીને જરૂરી દસ્તાવેજો ચકાસીને હાર્ડ ડિસ્ક કબજે કરી છે.

AMC દ્વારા રિઝલ્ટના માર્ક્સમાં ચેડા કરનાર સિનિયર ક્લાર્ક પુલકિત સથવારાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની ખોટી ભરતીના પગલે તેઓની નિમણૂક રદ કરી દેવામાં આવી છે. આ કેસમાં AMC જ ફરિયાદી બનીને પુલકિત સથવારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતીની પરીક્ષા આપનાર એક ઉમેદવારે જ આ ભરતીમાં કૌભાંડ અંગેનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણકારી આપી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉમેદવાર ગેરલાયક હોવા છતાં પણ તેને ફાઇનલ મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવીને ખોટી રીતે નિમણૂક મેળવી છે.

આ પત્ર મળ્યા પછી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવેલી હતી. જેની OMR આન્સરશીટને તાત્કાલિક ધોરણે તપાસવાની શરૂઆત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ ભરતીમાં 5955 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો-9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને કાર્યભાર સોંપાયો

સેન્ટ્રલ ઓફિસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, જે ફાઇનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તે ફાઇનલ મેરીટ લીસ્ટમાં એક વ્યક્તિના ફાઇનલ મેરીટ લીસ્ટમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જેથી કોઈ વ્યક્તિએ આ સમગ્ર ફાઇનલ મેરીટ લીસ્ટમાં માર્કસમાં ચેડા કર્યા હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.

એક ઉમેદવારમાં જો આવી ગેરરીતિ કરવામાં આવી હોય તો અન્યમાં પણ કરવામાં આવી હોઈ શકે, જેથી તમામ 595ના ફાઇનલ માર્કને આન્સરશીટ અને ફાઇનલ મેરીટ લીસ્ટ માર્ક સાથે સરખાવવામાં આવ્યાં હતા. જેમાં અરજી ક્રમાક નં. 569, નામ: તમન્નાકુમારી દિનેશભાઈ પટેલ, અરજી ક્રમાક નં. 3206, નામ: મોનલ હીરેન લિંબાચીયા તથા અરજી ક્રમાક નં.11824, નામ: જય અશોકભાઈ પટેલ નામના ઉમેદવારોના માર્ક્સ વધુ જણાયા હતા.

જેમાં તમન્નાકુમારી પટેલના 77 માર્ક્સ, મોનલ લિંબાચીયાના 85 માર્કસ અને જય પટેલના 85.25 માર્ક હોવાનું સામે આવ્યું હતું. જો કે, ગુજરાત યુનિવર્સિટી પાસેથી જે આન્સર સીટ મંગાવી હતી, તેમાં તમન્નાકુમારી પટેલના 18.50 તથા મોનલ લિંબાચીયાના 18.25 તથા જય પટેલના 19.25 માર્કસ હોવાનુ સામે આવ્યું હતું.

આ પણ વાંચો-નીતિશ કુમાર-તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ; બિહારના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ

Related Posts

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો
  • August 8, 2025

Amreli: અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની, જે લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.…

Continue reading
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 14 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 6 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 16 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 21 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો