AMC School Board Budget: રૂ. 1155 કરોડનું બજેટ મંજૂર, સંગીત- ચિત્રના શિક્ષકોની થશે નિમણૂક

  • Gujarat
  • January 29, 2025
  • 0 Comments

AMC School Board Budget: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વાર્ષિક બજેટ ગત રોજ ભાજપ(BJP)ના સત્તાધીશો દ્વારા નવા આયોજન સાથે મંજૂર કરાયું. શાસનાધિકારી દ્વારા રજૂ કરાયેલા રૂ. 1143 કરોડના બજેટમાં સ્કૂલ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના સભ્યોએ 12 કરોડના વધારા સાથે રૂ. 1155 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

શાળા સજ્જતા પાછળ રુ. 3 કરોડ ખર્ચાશે

મ્યુનિસિપલ શાળાઓ અને બિલ્ડીંગોમાં કુદરતી સ્ત્રોતોના ઉપયોગ માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમ પાછળ 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શાળા સજ્જતા પાછળ 3 કરોડ રૂપિયા જ્યારે ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા સંશોધન અને સંસાધન તેમજ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કામગીરી માટે 2 કરોડની ફાળવણી કરાઈ.

સ્પોર્ટ્સ પ્રવૃત્તિ માટે 1.5 કરોડ રૂપિયા ફાળવાયા

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કમિટીના ચેરમેન ડો. સુજય મહેતા અને ડેપ્યુટી ચેરમેન વિપુલ સેવકે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓના વિકાસ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિ પાછળ કરોડ રૂપિયા અને શાળા તેમજ માળખાકીય સુવિધાઓ પાછળ 26.84 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવે તેના માટે બાલવાટિકા પાછળ 3 કરોડ રૂપિયાનો ખર્ચાશે. જ્યારે યોગ પરંપરાગત રમતો અને ઓલમ્પિક 2036ને ભાગરૂપે સ્પોર્ટ્સ પ્રવૃત્તિ માટે 1.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સંગીત- ચિત્રના પ્રવાસી શિક્ષકોની પણ નિમણૂક

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને વર્લ્ડ હેરિટેજ સિટી માટે લોકગાઇડ અને વિકસિત ભારત 2047 સંકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્ય શાળા માટે 25 લાખ રૂપિયાની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓમાં સંગીત અને વિવિધ વાદ્ય વગાડવાનું કૌશલ્ય અને ચિત્ર થકી સર્જન શક્તિમાં વધારો થાય તેના માટે સંગીત અને ચિત્રના પ્રવાસી શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત 450 શાળાઓમાં 5 માધ્યમમાં 1,70,586 વિદ્યાર્થીઓને 4396 મુખ્ય શિક્ષકો તથા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. 129 સ્માર્ટ શાળાઓમાં 88,995 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ “ભિક્ષા નહીં શિક્ષા” અંતર્ગત 13 સિગ્નલ સ્કૂલમાં કુલ 148 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ઈલ્યાસ કુરેશી( સભ્ય મિન્યું. સ્કુલ બોર્ડ, અમદાવાદ)ની પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ Chhota Udepur: ગેસ ભરાવવા બાબતે થયો ઝગડો, કારચાલક ગંભીર, જુઓ વિડિયો

  • Related Posts

    College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
    • March 7, 2026

    College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં…

    Continue reading
    Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
    • March 3, 2026

    Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!

    • March 7, 2026
    • 4 views
    College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું  ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!

    Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

    • March 7, 2026
    • 7 views
    Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

    BJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણ

    • March 7, 2026
    • 5 views
    BJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણ

    Fake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલ

    • March 7, 2026
    • 13 views
    Fake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલ

    Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

    • March 7, 2026
    • 6 views
    Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

    Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!

    • March 7, 2026
    • 20 views
    Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!