Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!

  • World
  • March 7, 2026
  • 0 Comments

■અમેરિકાએ ભારતીય રિફાઇનરીઓને રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસનું ખાસ લાઇસન્સ આપ્યું ; ભારતની રિફાઇનરીઓએ હવે ટ્રમ્પ કહે તેમ કરવું પડે તેવા દિવસો આવી ગયા

Donald Trump: જગત જમાદાર ટ્રમ્પ કહે તેમ ભારતે કરવું પડી રહ્યું છે,હવે કેટલાક નિર્ણયો ટ્રમ્પ નક્કી કરતા હોય તેવી વાસ્તવિક સ્થિતિ છે અને દુનિયા આખી જોઈ રહી છે,યુદ્ધ ની સ્થિતિ ઉભી થતા હવે ભારતમાં ક્રૂડ ઓઇલની આવનારા દિવસોમાં સર્જાનારી તંગી અંગે ભારતની ચિંતા વધતા આ વાત જગત જમદારના દરબારમાં પહોંચી અને બાદમાં આ વાત ઉપર વિચાર કર્યા બાદ ટ્રમ્પે ભારતની રિફાઇનરીઓને કામચલાઉ રીતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની પરમિશન આપી છે.

ટ્રમ્પે કડક ચેતવણી પણ આપી અને માત્ર 30 દિવસ સુધીજ ભારત રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદી શકશે તેવી શર્ત મૂકી છે અને આ માટે અમેરિકાએ 3 એપ્રિલ સુધી ખાસ લાઇસન્સ આપ્યું છે,ટ્રમ્પના રશિયા પાસેથી તેલ ખરીદવાના ઉપકાર બાદ હવે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે.

ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાની ટ્રમ્પની કામ ચલાઉ છૂટ મળતા હવે પેટ્રોલ-ડીઝલના ભાવો વધશે નહિ,અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસનું સ્પેશિયલ લાઇસન્સ આપવાની જાહેરાત કરી છે જોકે, આ લાઇસન્સ 3 એપ્રિલ 2026 સુધી માન્ય રહેશે.

બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ઈરાન વૈશ્વિક ઊર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે અમે ભારતને આ 30 દિવસની છૂટ આપી રહ્યા છીએ,મિડલ-ઈસ્ટમાં યુદ્ધના કારણે સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ છે. ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને બ્લોક કરી દીધું છે, જ્યાંથી દુનિયાની 20% ઓઇલ સપ્લાય થાય છે.

ઓઇલ ક્ષેત્રો પર હુમલા થઈ રહયા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં સૌદી અરામકોની ‘રાસ તનુરા’ રિફાઇનરી અને ઇરાકના ‘રુમૈલા’ ઓઇલ ક્ષેત્ર જેવા મોટા કેન્દ્રો પર હુમલા થયા છે,ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીને કારણે ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે સવારે $83.07 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા.

● ભારત માટે રશિયન ઓઇલ કેમ જરૂરી ?

રશિયા ભારતને બેન્ચમાર્ક કિંમતો કરતાં ડિસ્કાઉન્ટ પર ઓઇલ ઓફર કરે છે ઉપરાંત મિડલ ઈસ્ટમાં તણાવ હોય ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય અટકી જાય છે આવા સમયે રશિયા એક સુરક્ષિત વિકલ્પ છે,ભારત માટે રશિયાથી સસ્તું ઓઇલ મળવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહે છે અને મોંઘવારી કાબૂમાં રહે છે.

ભારતની મજબૂરી એ છે કે અમેરિકા ઈચ્છે તેમ કરવુ પડી રહ્યું છે અને ટ્રમ્પ ઈચ્છે તે નિર્ણય લેવા પડી રહયા છે જોકે,ભારત અગાઉ રશિયા પાસેથી પોતે ઓઇલ ખરીદતું હતું પણ અમેરિકાએ ટેરીફ વધારી દેતા ભારતની મુશ્કેલીઓ વધી ગઈ અને હવે ટ્રમ્પ કહે તે રીતે ભારતે કરવું પડે તેવી સ્થિતિ છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઉછાળા છતાં, ભારતમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે હાલ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની કોઈ શક્યતા નથી. સરકાર અને ઓઇલ કંપનીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે અને આ અમેરિકી છૂટથી સપ્લાય ચેઇનને રાહત મળશે તેમ મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો