Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

  • World
  • March 7, 2026
  • 0 Comments

Narendramodi: હિંદ મહાસાગરમાં ભારતના ગેસ્ટ રહેલા ઈરાની જહાજને અમેરિકાએ તોડી નાખતા હિંદ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે,ઈરાની નૌકાદળનું ફ્રિગેટ આઇરિસ ડેના 4 માર્ચ, 2026 ના રોજ શ્રીલંકાના ગેલ કિનારાથી આશરે 40 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય પાણીમાં યુએસ સબમરીને કરેલા ટોર્પિડો હુમલામાં ડૂબી ગયું. આ હુમલામાં 80 થી વધુ ખલાસીઓ માર્યા ગયા હતા, જ્યારે શ્રીલંકાના નૌકાદળે 32 ખલાસીઓને બચાવ્યા અને અન્ય લાપતા થયા.

આ એજ જહાજ હતું જે તા. 16 ફેબ્રુઆરીએ ભારતના વિશાખાપટ્ટનમ પહોંચ્યું, જ્યાં તેણે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026 અને બહુપક્ષીય કવાયત મિલાન 2026 માં અતિથિ વિશેષ તરીકે ભાગ લીધો. ભારતીય પૂર્વીય નૌકાદળ કમાન્ડે તેને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક ગણાવ્યું અને જ્યારે તે પરત ફરી રહ્યું હતું ત્યારે અમેરિકાએ તેને તોડી પાડ્યું ! આ ભારત માટે પણ સન્માન ભંગની ઘટના હતી કારણ કે જે મહેમાન આપણા દેશમાં આવે અને પાછા ફરતા હોય ત્યારે તેમને મારી નાખવામાં આવે તો તેણે ભારતની પણ કદર નથી કરી તેવું સાબિત થાય.

ઈરાનના વિદેશ મંત્રીએ આ જહાજને “ભારતનું અતિથિ (Guest of India)” ગણાવ્યું હતું અને કોઈ પણ ચેતવણી વગર કરવામાં આવેલા આ હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો,આ ઘટના બાદ ભારતે તેના પ્રાદેશિક જળસીમામાં નૌકાદળ તૈનાત કર્યા પરંતુ કેન્દ્ર સરકાર આ ઘટના ઉપર મૌન રહી. તેણે ન તો આ હુમલાની નિંદા કરી, ન તો આક્રોશ વ્યક્ત કર્યો, ન તો યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ રાજદ્વારી વિરોધ નોંધાવ્યો. આ મૌનથી દેશમાં રાજકીય હોબાળો મચી ગયો. વિરોધ પક્ષોએ એ પણ આક્ષેપ સાથે સવાલ કર્યો કે શું ભારતને આ હુમલાની અગાઉથી જાણકારી હતી?

કાનૂની અને વ્યૂહાત્મક નિષ્ણાતો કહે છે કે આ ઘટના ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને શોધ અને બચાવ ક્ષેત્રની બહાર બની હતી. સશસ્ત્ર સંઘર્ષના કાયદા હેઠળ આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાની યુદ્ધ જહાજ એક કાયદેસર લક્ષ્ય હતું. LEMOA કરારમાં પણ તમામ કિસ્સાઓમાં સ્પષ્ટ સંમતિની જરૂર છે.

2024 માં, ભારતીય નૌકાદળના વડાએ જાહેર કર્યું કે ભારત પાસે હિંદ મહાસાગરમાં “કોણ શું કરી રહ્યું છે, ક્યાં અને કેવી રીતે કરી રહ્યું છે” તે વિશે સંપૂર્ણ માહિતી છે. થોડા દિવસો પછી, ભારતીય બંદરથી રવાના થતું એક જહાજ તે જ વિસ્તારમાં ડૂબી ગયું,હિંદ મહાસાગરમાં ભારતનો મુખ્ય સુરક્ષા પ્રદાતા હોવાનો દાવો હવે માત્ર ક્ષમતાની જ નહીં પરંતુ સિદ્ધાંતની પણ કસોટી છે. જ્યારે સમુદ્ર કોઈ બીજાનું યુદ્ધક્ષેત્ર બનશે ત્યારે ભારત કેવું વર્તન કરશે? આ સવાલ હજુ પણ અનુત્તરિત છે.

ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓ અને વિશ્લેષકો આ ઘટનાને ભારત માટે “વ્યૂહાત્મક ક્ષોભ (Strategic Embarrassment)” ગણાવી રહ્યા છે કારણ કે ભારતની મહેમાનગતિ માણીને પરત ફરતા જહાજ પર ભારતના જ પાડોશમાં હુમલો થયો છે,ભારતની દરિયાઈ પ્રભુત્વ ધરાવતા પ્રદેશ (Strategic Backyard) માં આ પ્રકારની લશ્કરી કાર્યવાહી ભારતની પ્રાદેશિક વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.
વિપક્ષી નેતાઓ અને વિશ્લેષકો આ મામલે ભારતની મૌન ભૂમિકાની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?