
India religious freedom report: અમેરિકન સંસ્થા USCIRFના રિપોર્ટથી ભારતની સરકાર નારાજ થઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ યુએસ ફેડરલ સરકારનું કમિશન છે. જે 1998ના ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. USCIRF કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ અને સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બંને રાજકીય પક્ષોના નેતૃત્વ દ્વારા કરવામાં આવે છે. USCIRFની મુખ્ય જવાબદારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના તથ્યો અને પરિસ્થિતિઓની સમીક્ષા કરવાની અને રાષ્ટ્રપતિ, રાજ્ય સચિવ અને કોંગ્રેસને નીતિગત ભલામણો કરવાની છે.
ત્યારે આ સંસ્થાના ભારતમાં ધાર્મકિ સ્વતંત્રના રિપોર્ટથી સરકાર નારાજ થઈ ગઈ છે. ભારત સરકારે કહ્યું હતુ કે USCIRFએ હંમેશની જેમ તેના વાર્ષિક અહેવાલમાં પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત મૂલ્યાંકન જાહેર કરે છે. આનાથી કંઈ મળતું નથી. આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ મિડિયાને એક નિવેદનમાં કહ્યું હતુ કે લોકશાહી અને સહિષ્ણુતા પર વિશ્વને માર્ગ બતાવનારા ભારતની છબીને કલંકિત કરવાના પ્રયાસો સફળ થશે નહીં. જો કે ભારત સરકાર અમેરિકાની આ રિપોર્ટથી કેમ નારાજ તે સમજો. આપનો અભિપ્રાય અવશ્ય આપો. @Mayur Jani Official
આ પણ વાંચોઃ LOC: પાકિસ્તાની સેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, સેનાએ આપ્યો જવાબ
આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલો: 21 મજૂરોના મોત, મૃતદેહો વતનમાં મોકલાયા
આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?
આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda