
Amerli, Naran Kachhdiya’s Car in nameplate controversy: પૂર્વ સાંસદ નારણ ભીખાભાઈ કાછડિયાએ પોતાની બે ગાડીઓમાં સાંસદ પદની નેમપ્લેટ લગાવી ફરતા વિરોધ થયો છે. આ મામલે અમરેલી જીલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને કાછડિયાની કારમાંથી સાંસદનું બોર્ડ દૂર કરાવવા માગ કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી દેવાળિયા ગામના વતની નાથાલાલ વી. સુખડિયાએ ઉચ્ચારી છે.
અમરેલી લેટર કાંડથી વિવાદમાં આવેલા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા વિરુધ્ધ ફરી વિરોધનો શૂર ઉઠ્યો છે. કારણ કે તેઓ તેમની બે ગાડીમાં સાંસદનું બોર્ડ લગાવી રોફ જમાવી રહ્યા છે. લોકોમાં રોલો પાડવા હાલ સાંસદ ન હોવા છતાં સાંસદનું બોર્ડ લગાવીને ફરે છે. આ મામલે જગૃત લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
વારંવાર રજૂઆત છતા કાછડિયા વિરુધ્ધ કાર્યવાહી નહીં
દેવળીયા ગામના નાથાલાલ વી. સુખડિયાએ આ મામલે અમરેલી કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોટર વ્હીકલ એકટ અને પોતે હોદ્દા પર ન હોવા છતાં દેખાડો કરનાર પૂર્વ સંસાદ કાછડિયા સામે દિવસ 7માં પગલા લેવામાં આવે. કારણ કે ગાડી નંબર GJ-14-AP-6150 અને GJ-14-BG0150 ઉપર મોટર વ્હીકલ એકટલની અવગણના કરી લાલ બોર્ડ નેઈમપ્લેટ લગાવી સમાજમાં ફરે છે, અને પોતે સાંસદ ન હોવા છતા બોર્ડ લગાવી રોફ મારે છે. અને જયા ત્યા ગાડી પાર્ક કરે છે. જે અંગેની અગાઉ મે ફરિયાદ લેખિતમાં આપને આપેલ તેમ છતા કાર્યવાહી થઈ નથી. હોદો ન હોવા છતા આવા લખાણ લખનાર સામે ગુનો દાખલ થવો જોઈતો હતો. છતા તેની સામે પગલા ભર્યા નથી. આમ હવે આ અરજી મળ્યાથી દિન 7માં કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવશે તો આપની કચેરી સમક્ષ ઉપવાસ ઉપર બેસીને શખ્સ વિરોધ કરીશે.
હાલ અમરેલીના સાંસદ કોણ છે?
આ પણ વાંચો:
UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….
Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન
Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા
Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ
Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન