
Amirgarh: વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમપાંચમના દિવસે ચોંકાવનારો બનાવ બન્યો. બનાસ નદીમાં સ્નાન કરીને મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા ગયેલી મહિલાઓ વચ્ચે એક શખ્સ મહિલાના વેશમાં ઘૂસી ગયો હતો. સતર્ક મહિલાઓએ તેને ઝડપી લીધો અને લોકોએ તેને પોલીસને સોંપી દીધો.
ભીડનો લાભ લઈને બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ
સમપાંચમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ બનાસ નદીમાં સ્નાન કરવા આવ્યા હતા. આ દરમિયાન એક શખ્સ મહિલાના વસ્ત્રો પહેરીને મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો ઝડપાયો. ભીડનો ફાયદો ઉઠાવીને તે બાથરૂમમાં ઘૂસવાની કોશિશમાં હતો, પરંતુ સજાગ મહિલાઓએ તેની ઓળખ કરી લીધી. ગુસ્સે ભરાયેલા લોકોએ તેને પકડીને માર માર્યો અને પછી અમીરગઢ પોલીસને હવાલે કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો
હવે આવા લોકોએ મંદિર જેવી પવિત્ર જગ્યાને પણ બાકી ન રાખી કોઈ વ્યકિત ભગવાનવા સ્થાને આવું કામ કેવી રીતે કરી શકે. આવા શરમજનક કૃત્યથી ત્યાં ભેગાં થયેલા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને તેમણે આ વ્યકિતને મંદિરમાં જ ધોઈ નાંખ્યો.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
અમીરગઢ પોલીસના PI એસ. કે. પરમારે જણાવ્યું કે, વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. બનાસ નદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલે છે. આ દરમિયાન એક પુરુષે સ્ત્રીના વસ્ત્રો પહેરીને બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. મહિલાઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલ : સુમન ડાભી
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!