
Amreli: રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. જેના કારણે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે હવે ખુદ કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવી ઘટના સામે આવી છે અમરેલીમાં પોલીસની છબીને કલંકિત કરતી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
બાબરાના પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનની ખાખીને કલંકિત કરતી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મીએ 14 વર્ષની નાની સગીરા પર દુષ્કર્મ આચરીને માનવતાને શરમસાર કરી છે. આ નરાધમે છેલ્લા ચાર મહિનાથી સગીરા પર શારીરિક અત્યાચાર ગુજાર્યા હોવાનું સામે આવ્યું છે
અપહરણ, પોસ્કો અને દુષ્કર્મની કમલો હેઠળ ગુનો નોંધાયો
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સગીરાના પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ, રવિરાજસિંહે સગીરાની માતાને હેરાન કરવાની ધમકી આપી, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને સગીરાને ફસાવી હતી. આ પછી તેણે અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું. આ ગુનો એટલો ગંભીર છે કે આરોપી સામે IPCની કલમ 376 (દુષ્કર્મ), અપહરણ અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુનો નોંધાતા પોલીસકર્મી ફરાર
જે પોલીસકર્મીઓ પર સમાજની સુરક્ષાની જવાબદારી હોય, તે જ જ્યારે નરાધમ બની જાય ત્યારે કાયદાના રક્ષકોની નૈતિકતા પર સવાલ ઊભા થાય છે. રવિરાજસિંહ ચૌહાણે ન માત્ર પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી, પરંતુ એક નિર્દોષ સગીરાનું જીવન પણ બરબાદ કરી નાખ્યું છે. ગુનો નોંધાયા બાદ આ નરાધમ પોલીસકર્મી ફરાર થઈ ગયો છે, જેનાથી પોલીસની કામગીરી પર પણ આંગળી ચીંધાઈ રહી છે. જો પોલીસ જ નરાધમ બની જશે, તો સામાન્ય નાગરિકો કોના પર ભરોસો કરશે ?
સ્થાનિક લોકોમાં ભારે રોષ
અમરેલી પોલીસે આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ સવાલ એ છે કે, આવા લોકો પોલીસ બેડામાં કેવી રીતે ઘૂસી જાય છે? આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે આરોપીને ઝડપીને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો:
Gondal Murder: જમીન મુદ્દે હત્યાના મામલે એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ, પોલીસે કર્યા ખુલાસા
Dahod Mgnrega Scam: જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ
Mahisagar: નાયબ મામલદારે અડધા દિવસમાં અનુ. જનજાતિના 357 દાખલા કાઢ્યા, પછી શું થયું?
Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE
RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?
Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?
રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft
Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ
Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?
Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ






