Amreli  Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ

Amreli  Madrasa Demolition: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓ સામે  કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અમરેલીમાં ધારીના હિમખીમડી ગામની એક  મદરેસામાંથી શંકાસ્પદ મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખની ધરપડ કરવામાં આવી હતી. મૌલાનાના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7  જેટલા શંકાસ્પદ ગ્રુપ મળ્યા હતા.

ઝડપાયેલા મૌલાનાની તસ્વીર

ત્યારે આજે મૌલાનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને વહીવટી તંત્રએ જેસીબી વડે હિમખીડીની મદરેસા તોડી પાડી છે. આ મદરેસામાં ભણાવતો મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે.

લોકોને ફાળવાયેલા પ્લોટ પર મદરેસા બનાવાઈ

મદરેસા અંગે ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ કહ્યું કે રેવન્યુ વિભાગને તપાસમાં મકાનનું ટાઇટલ ચેક કરતાં આ મકાન 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે-તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું, જેથી આ પ્લોટ લેન કમિટી પ્રમાણે શરતભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરાઈ છે, અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે.

મૌલવી મૂળ અમદાવાદના જુહાપુરાનો

મૌલાના પર પોલીસને શંકા જતાં તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં તારીખ 02 મેના રોજ SOGએ મૌલાનાને ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો બહાર આવ્યું હતુ. પોલીસે તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી 7 જેટલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં ગ્રુપ મળ્યાં હતાં.

આ પણ વાંચોઃ

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon

ઊંચી દુકાન ફીકા પકવાન, મોદી પહેલગામ હુમલાના આતંકીઓ નામ પણ ન બોલ્યા?, સિંદૂરનું શું થશે? | Modi Speech

Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh

UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 5 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 7 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 7 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 9 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!