
Amreli: રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં થયેલા ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલી સહાય પેકેજથી અસંતોષ વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લામાં આ પેકેજને ‘ખેડૂતોની મશ્કરી’ ગણાવતા ભાજપના વરિષ્ઠ નેતા અને સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી લેખિત રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ભાજપમાં પ્રથમ મોટો ભળભળાટ પેદા કરી દીધો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામા પત્ર મોકલવામાં આવ્યો છે.
રાજીનામું આપતા ચેતન માલાણીએ શું કહ્યું ?
ચેતન માલાણી, જે સાવરકુંડલા APMCના ડાયરેક્ટર તેમજ ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ પણ છે, તેમણે રાજીનામામાં સ્પષ્ટ કર્યું છે કે ‘વ્હાલા-દવલાની નીતિ’ અને તબાહી મચાવનારા વરસાદથી પીડિત ખેડૂતો માટેની આ સહાય યોજના અપૂર્ણ અને અપમાનજનક છે. ‘ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના આધારે આ નિર્ણય લઈએ છીએ,’તેમ તેમણે લખ્યું છે. સરકારે જાહેર કરેલી સહાયમાં ખેતીના નુકસાન માટે પ્રતિ હેક્ટર માત્ર મર્યાદિત રકમની જોગવાઈ કરવામાં આવી છે, જે વાસ્તવિક તબાહીને અનુરૂપ નથી.
ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની લહેર
આ પગલાથી અમરેલી જિલ્લાના ખેડૂત વિસ્તારોમાં રોષ વધ્યો છે, અને ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની લહેર ફેલાઈ રહી છે.આ ઘટના રાજ્યમાં ખેતી આધારિત અર્થતંત્રની સમસ્યાઓ પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિરોધ પક્ષો આને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે ભાજપ નેતૃત્વ આ મુદ્દે સ્પષ્ટ વલણ લેવા માટે દબાણમાં છે. જિલ્લા કાર્યાલયમાંથી મળતી માહિતી અનુસાર, વધુ રાજીનામાઓની આશંકા વ્યક્ત થાય છે, જે પાર્ટીના સ્થાનિક આધારને નબળો પાડી શકે છે.
આ પણ વાંચો:
Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!








