Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments
  • ઘરના છોકરા ઘંટી ચાટે અને સંસ્થાને આટા જેવી સ્થિતિ
  • ગ્રામજનો રહેવા માટે જમીન ફળવાતી નથી અને સંસ્થાને 237 વિઘા
  • ગુરુકુળની શું છે યોજના?, કોની ભલાણણ છે?

 

Anand Land Issue: આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે આવેલી 237 વિઘા જમીન ગ્રામજનોની જાણ બહાર વેંચાઈ જતાં વિવાદ થયો છે. ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામના જ વ્યક્તિ માટે ઘરથાળની જમીન ફાળવવામાં  આવતી  નથી અને આટલી બધી જમીન સ્વામિનારાયણના ગુરુકુળ માટે કેવી રીતે આપી દેવાય? તે પણ કરોડોની જમીન ઓછી કિંમત આપી દેતાં ગ્રામજનોએ પંચાયતને તાળાબંધી કરી છે. સાથે જ આણંદ કલેક્ટરને આવેદન આપ્યું છે.

જમીન ફાળવણીનો ઓર્ડર રદ કરોઃ અમિત ચાવડા

મળતી જાણકારી અનુસાર આંકલાવના કહાનવાડી ગામે રૂ. 113.76 કરોડ જેટલી મોટી રકમની 237 વીઘા જમીન માત્ર 37.48 કરોડમાં જ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને શિક્ષણના હેતુનું બહાનું ધરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ  પ્રતિક્રિયા આપી છે. સરકારને GIDC બનાવવા જમીન મળતી નથી અને સંસ્થા માટે પાણીના ભાવે જમીન આપી દેવામાં આવે છે. આની રજૂઆત અમે વિધાનસભામાં કરીશું. અહીં ખોટી રીતે સંસ્થાને જમીન આપવામાં આવી છે. ધાર્મિક સંસ્થાને શૈક્ષણિક હેતુ માટેની જમીન ફાળવણીનો ઓર્ડર રદ કરવા આવે. જો કે અમિત ચાવડાએ સંસ્થાનું નામ લીધું ન હતુ.

ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન મહિસાગર નદીના કાંઠે આવેલી છે. જેથી આ જમીન બહુ કિમતી છે. અહીં પહેલા પણ આ રીતે જમીન ફાળવી દેવાનું પ્રકરણ બન્યું હતુ. તે સમયે પણ ઉગ્ર વિરોધ કરી જમીન પાછી છોડાવી હતી. ત્યારે હવે ફરી એકવાર રાજકોટના સ્વામિનારાયણ ગરુકુળએ  આ જમીન પર તરાપ મારતાં ગ્રામજનોમાં ઉહાપોહ  મચી ગયો છે. ગ્રામજનોને ગુરુકુળના લોકો વેરો ભરવા આવતાં ખબર પડી હતી કે જમીન વેચાઈ ગઈ છે. જે બાદ ઉગ્ર વિરોધ કર્યો છે.

કહાનવાડીમાં સ્વામિનારાયણના ભક્તો ઓછા હોવાથી ગુરુકુળ બનાવે ઈચ્છે છે?

કેટલાક લોકોનું કહેવું છે કહાનવાડી ગામે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતાં જૂજ લોકો છે. નહીવત કહીએ તો પણ ચાલે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાએ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોના સિંચનનું બહાનું આગળ કરી  સાંસદ મિતેશ પટેલને રજૂઆત કરી હતી. ત્યાર બાદ સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભલામણ લીધી હોવાનું બહાર આવ્યું છે. જો કે સંસ્થા અહીં પોતાના વ્યાપ વધારાવા માગતી હોય તેવી લોકચર્ચા થઈ રહી છે.

ગુરુકુળ ગામમાં શૈક્ષણિક કાર્ય કરવા ઈચ્છે તો સરકાર શું કરે છે?

 રાજકોટ સ્વામિનારયણ સંસ્થા  દ્વારા કહાનવાડી ગામે એક શિક્ષણ સંકુલ ઉભુ કરવું છે. જેમાં શાળા, કોલેજ હોય. તેમાં આજુબાજુ વિસ્તારનો  બાળકો ભણી શકે છે. તો સવાલ એ થાય છે કે સરકાર શું કરે છે. લોકો સારા શિક્ષણ માટે મત આપે છે. ત્યારે બીજી સંસ્થા આવી આ કાર્ય કરશે તો સરકારને તો ફાયદો જ છે. તેને અહીં શૈક્ષિક કામ નહીં કરવું પડે.

 

 

 

Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

 

 

આ પણ વાંચોઃ Gujarat bicycle scam: રાજસ્થાનમાં 3857માં મળતી સાયકલ ગુજરાતમાં રુ. 4444માં, હજુ વિદ્યાર્થિનીઓને નથી મળી સાયકલ

આ પણ વાંચોઃ  Pune Rape Case: બસમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો

આ પણ વાંચોઃ DWARKA: શિવલિંગ ચોરો ઝડપાયા, યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સો શિવલિંગને હિંમતનગર ઉઠાવી ગયા!

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”