
Anand News: વીજલાઈનામાં શોર્ટ સર્કિટ થવાના અનેકવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આણંદના આંકલાવમાં પશુઓના તબેલામાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હતી. જેમાં 3 પશુઓના મોત નિપજ્યા છે, જ્યારે એક પશુની હાલત ગંભીર છે. તેને સારવાર આપવામાં આવી છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
આંકલાવ તાલુકાના રામપુરા માર્ગ પર આવેલ પાલા તલાવડી પાસે આવેલા તબેલામાં શોર્ટ સર્કિટની ઘટના ઘટી હતી. આ તબેલો રજીયાબેન અનવરભાઈ વ્હોરાનો છે. તબેલા નજીક ઇલેક્ટ્રીક ડી.પી.માં શોર્ટસર્કિટ થતા બાજુના તબેલામાં મુકેલા પૂળામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
જેથી તબેલામાં બાંધેલા 3 પશુઓના મોત થયા અને એક પશુ દાઝી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. સમગ્ર ઘટનામાં બોરસદ અને આણંદ ફાયરબ્રિગેડની ટિમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં આંકલાવ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચોઃ Earthquake: કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપ, 3.4 ની તીવ્રતાનો આંચકો
આ પણ વાંચોઃ ભલે મંત્રી પદ ગુમાવવું પડે…. હું મારી રીતે જ કામ કરીશ: Nitin Gadkari
આ પણ વાંચોઃ અમેરિકાનો યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો, 19ના મોત, ટ્રમ્પે શું કહ્યું?
આ પણ વાંચોઃ 8 લોકોને ફંગોળી બૂમાબૂમ કરનાર રક્ષિત ચોરસિયા એક દિવસના રિમાન્ડ