
હવે આંધ્ર પ્રદેશની મહિલાઓ વર્ક ફ્રોમ હોમ કરશે
ચંદ્ર બાબુએ મહિલાના હિત ભર્યું મોટું પગલું
Andhra Pradesh: 8 માર્ચ મહિલા દિવસની ઉજવણી પહેલા આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની કામ કરતી મહિલાઓને ઘરેથી કામ આપવાની જાહેરાત કરી છે.
સીએમ નાયડુએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન, ઘરેથી કામ કરવાની સંસ્કૃતિને કારણે કામ કરવાની રીતોમાં મોટો ફેરફાર થયો છે અને ટેકનોલોજીના કારણે, ઘરેથી કામ કરવું પણ સરળ બન્યું છે. રિમોટ વર્ક, કો-વર્કિંગ સ્પેસ અને પડોશના વર્કસ્પેસ જેવી વ્યવસ્થાઓ વ્યવસાયો અને કામદારો માટે ફાયદાકારક સાબિત થઈ છે.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી મહત્વપૂર્ણ માહિતી
Andhra Pradesh is planning “Work From Home” in a big way, especially for women.
First, I would like to extend greetings to all women and girls in STEM on the International Day of Women and Girls in Science. Today, we celebrate their achievements and commit ourselves to providing… pic.twitter.com/En4g7pfEba
— N Chandrababu Naidu (@ncbn) February 11, 2025
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા, સીએમ એન. ચંદ્રબાબુ નાયડુએ લખ્યું, આવી પહેલ આપણને કાર્ય-જીવનમાં વધુ સારું સંતુલન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. આ પહેલ આંધ્રપ્રદેશની IT અને GCC નીતિ 4.0 ની દિશામાં એક ગેમ-ચેન્જર પગલું છે. અમે દરેક શહેર, નગર અને વિભાગમાં આઇટી ઓફિસો સ્થાપવા માટે પ્રોત્સાહનો આપી રહ્યા છીએ.
તેમણે આગળ લખ્યું, અમે IT અને GCC કંપનીઓને સમર્થન આપી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે આ પહેલ કાર્યબળમાં વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપશે. આ પહેલથી મહિલા વ્યાવસાયિકોને ઘણો ફાયદો થશે.
સમાન તકો ઊભી કરવામાં આવશે – મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે સરકાર આ ક્ષેત્રોમાં સમાન તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની આ જાહેરાત સારી છે. ગુજરાત સરકાર પણ આ નિર્ણય લે તો કંઈ ખોટ જાય તેવું નથી. જેથી હવે ગુજરાત સરકાર નાયડુ પાસેથી શીખ લેશે કે પછી શું કરે છે, તે જોવું રહ્યુ.
આ પણ વાંચોઃ રણવીર અલ્લાહબાદિયાની જીભ કાપનારને મળશે 5 લાખ રૂપિયાનું ઈનામ; જાણો કોને કરી જાહેરાત