હીરા ઉદ્યોગ માટે અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો: અમિત ચાવડા

  • Gujarat
  • February 20, 2025
  • 0 Comments
  • હીરા ઉદ્યોગ માટે અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો: અમિત ચાવડા

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીના સાથી ધારાસભ્યઓ સાથે આજે વિધાનસભા પરિસરમાં રાજ્ય સરકારના બજેટ અગાઉ પ્રજાલક્ષી માંગના સુત્રો સાથે વિધાનસભામાં માંગણીઓ કરવામાં આવી હતી.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે બજેટ વિધાનસભા રજુ થવા જઈ રહ્યું છે, રાજ્યના નાણામંત્રીશ્રી આજનું બજેટ રજુ કરે એ પહેલા ગુજરાતની જનતાની જે આશા અને અપેક્ષા છે અને માંગણીઓ છે એને રજુ કરી રહ્યા છીએ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી કે હરિયાણા જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે અને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે.

અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના શાસન સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે ગુજરાતમાં ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન છે. ગુજરાતની મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરતી મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો મળે, ગુજરાતના યુવાનો રોજગાર ઝાંખી રહ્યા છે, કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઇ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ, સમાન વેતનથી કર્મચારીઓને સન્માન સાથેની નોકરીઓ આપવામાં આવે, ખાલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે, જે કર્મચારીઓને ઓ.પી.એસ.નો લાભ નથી મળ્યો એમને ઓ.પી.એસ.નો લાભ આપવામાં આવે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતુ કે, લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે, આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, ગુજરાતમાં ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે.

અમિત ચાવડાએ માંગ કરી કે ખાસ કરીને ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા ગરીબ પરિવારોને પાકા મકાનો આપવામાં આવે, વૃદ્ધ, વિકલાંગ અને વિધવા બહેનોને માસિક રૂપિયા ૬૦૦૦ નું પેન્શન આપવામાં આવે, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી સમાજને એની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે અને ગુજરાતના વિવિધ વર્ગ-વિસ્તારના લોકોની જે માંગણીઓ છે એને આજે રજુ કરી રહ્યા છીએ અને વિધાનસભામાં ગુજરાતના સામાન્ય, ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે બજેટ ફળવાય નહી કે ઉદ્યોગપતિઓ-માલેતુજારો માટે એવી માંગણી કરીએ છીએ.

આ પણ વાંચો-Gujarat Budget 2025-26: યાત્રાધામોના વિકાસ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત, અંબાજી માટે 180 કરોડ, ડાકોર-પાવાગઢનો થશે વિકાસ

Related Posts

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો
  • August 8, 2025

Amreli: અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની, જે લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.…

Continue reading
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 15 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 6 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 19 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 21 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો