Gujarat Budget 2025-26: યાત્રાધામોના વિકાસ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત, અંબાજી માટે 180 કરોડ, ડાકોર-પાવાગઢનો થશે વિકાસ

  • Gujarat
  • February 20, 2025
  • 0 Comments

Gujarat Budget 2025-26: ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કરાયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે રોજગારી-મહિલા-યુવા- કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને વિવિધ જાહેરાતો કરાવામાં આવી છે. રાજ્યમાં 5 લાખ રોજગારી ઉભી કરવાની જાહેરાતથી યુવાઓને કાયમી રોજગારીની આશા બંધાઈ છે. આ જાહેરાતને પરિપૂર્ણ કરવા માટે SRP, બિનહથિયાર અને હથિયાર ધારક કોન્સ્ટેબલમાં ભરતી કરાશે. પોલીસ વિભાગમાં કુલ 14,000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના વિશે વાત કરી હતી.

મહિલાઓના સશક્તિકરણને પ્રાધાન્ય
ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બજેટ 2025-26માં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નવી સખી સાહસ યોજના શરુ કરી છે. આ યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ધાર્મિક સ્થળોનો થશે વિકાસ અંબાજીના વિકાસ માટે 180 કરોડ

સાથે સાથે ઇન્ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડૅવલપમેન્ટ હેઠળ મહત્ત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલાં રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 200 એ.સી. બસો સંચાલિત કરવામાં આવશે. આ સિવાય 51 શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીના વિકાસ માટે 180 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે.

નાણામંત્રી કનુ દેસાઈની કેટલીક મહત્વની જાહેરાતો

  • ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે.
  • રુ. 1 લાખ 20 હજારની સહાયમાં મકાનદીઠ રુ. 50 હજારના માતબર વધારા સાથે રુ. 1 લાખ 70 હજાર કરવાની જાહેરાત
  • 75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે, ગત વર્ષ કરતાં આશરે 21% ના વધારા સાથેની અંદાજીત રુ. 8200 કરોડની જોગવાઇ
  • બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા જાહેરાત, 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ, બજેટમાં કુલ રુ. 617 કરોડની જોગવાઇ
  • આંગણવાડીઓ  માટે રુ. 274 કરોડની જોગવાઇ
  • આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5% ના વધારા સાથે રુ. 1100 કરોડની ફાળવણી
  • 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ, રુ. 4827 કરોડની જોગવાઇ
  • આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી માટે રુ. 450 કરોડની જોગવાઇ
  • અમદાવાદ ખાતેના i-Hub અને i-Create થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્‍ટમ સફળતાપૂર્વક ઊભી થઇ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજીયનમાં i-Hubની સ્થાપનાનું આયોજન છે. 50 હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.
  • પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વઘુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ 10 નવીન લેબોરેટરીઓની સ્થાપના તથા હાલની લેબોરેટરીઓ માટે રુ. 16 કરોડની જોગવાઈ
  •  પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ માટે રુ. 316 કરોડની જોગવાઇ
  • ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત રુ. 40 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિસ્તારના ૫૩ તાલુકાઓમાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઇ પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા ખેડૂત સુવિધા રથ માટે  રુ. 19 કરોડની જોગવાઇ
  • જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રુ. 10  કરોડની જોગવાઇ
  • 13  એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન
  • કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન
  •  બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ રુ.605 કરોડની જોગવાઇ
    બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય/જૂથ કક્ષાના કલેકશન એકમ તથા સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા રુ. 30 કરોડની જોગવાઇ
  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રુ. 13,72  કરોડની જોગવાઇ

 

આ પણ વાંચો: રેખા ગુપ્તા દિલ્હીના 9મા અને ચોથા મહિલા મુખ્યમંત્રી; પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીના શપથ

આ પણ વાંચોઃ Gujarat: સરકારી અધિકારીઓને હવે ટાઈમનું ભાન પડશે, પૂરાવવી પડશે હાજરી

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો