
સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ખ્યાતિં હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વૃદ્ધ દર્દીએ જીવ ગુમાવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવેલા દર્દીનું અઢી મહિના બાદ મોત થયું છે. મહેસાણના કડી તાલુકાના બોરીસણા ગામના વૃધ્ધે જીવ ગુમાવ્યો છે. આ પહેલા હોસ્પિટલ દ્વારા એન્જિયોપ્લાસ્ટી કરેલા 2 દર્દીઓના મોત થયા હતા. ત્યારે હવે કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.
મળતી જાણકારી અનુસાર બોરીસણા ગામના કાંતિભાઈ બબલદાસ પટેલ નામના વૃધ્ધાનું થયું મોત થયું છે. અઢી મહિના પૂર્વે ખ્યાતિ હોસ્પિટલે યોજેલા કેમ્પમાં 72 વર્ષીય વૃધ્ધ સારવાર અર્થે ગયા હતા. બાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જઈ વૃધ્ધની એન્જ્યોગ્રાફીની સર્જરી કરવામાં આવી હતી. ત્યારે આ વૃધ્ધની છેલ્લા પાંચ દિવસથી તબિયત બગડી હતી. ત્યાર બાદ મોત થયું હતુ.
અઢી મહિના પહેલા ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણામાં યોજ્યો હતો. મેડિકલ કેમ્પમાં આશરે 80 જેટલા લોકોના આરોગ્યની તપાસ કરાઈ હતી જેમાં 19 લોકોને બસ મારફતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યા ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી કેટલાંક દર્દીઓના ઓપરેશન કરી નાખવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોના મોત થતાં ઉહાપોહ મચી ગયો હતો, અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતુ. ત્યારે હવે વધુ એક વૃધ્ધનો જીવ જતાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે..
હાલ આ મામલે અમદવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ ચાલી રહી છે. સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચે માલિક કાર્તિક પટેલ, ઓપરેશન કરનાર ડોકટર સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પરિવારે શું કહ્યું?
આ પણ વાંચોઃ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, અંગોને વાટી પાણીમાં રાંધ્યા, તળાવમાં ફેકતાં ભાંડો ફૂટ્યો, ક્યા બની ઘટના?