પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, અંગોને વાટી પાણીમાં રાંધ્યા, તળાવમાં ફેકતાં ભાંડો ફૂટ્યો, ક્યા બની ઘટના?

  • India
  • January 23, 2025
  • 1 Comments

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પૂર્વ સૈનિકે ક્રૂરતાની હદો પાર કરી પત્નીની હત્યા કરી નાખી છે. પૂર્વ જવાન ગુરુ મૂર્તિએ પત્નીના શરીરના ટુકડા કરી નાખી પ્રેશર કૂકરમાં બાફી નાખ્યા હતા. આ ક્રૂર હત્યા બાદ આરોપી પતિની ધરપકડ કરાઈ છે.

આરોપી ગુરુ મૂર્તિએ તેના માતાપિતા સાથે 18 જાન્યુઆરીએ હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલા મીરપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની વેંકટ માધવી ગુમ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ RAJKOT: ડોક્ટરે એનેસ્થેસિયાના ઓવરડોઝ લઈ જીવનનો અંત આણ્યો

  પતિની કડક પૂછપરછ કરતાં અંતે સત્ય બહાર આવ્યું

પોલીસે જ્યારે આ મામલાની તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ પછી, પોલીસે ગુરુ મૂર્તિને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. આ પછી આખું સત્ય બહાર આવ્યું હતુ.

અંગો દસ્તાથી વાટી પ્રેશર કૂકરમાં રાંધ્યા

આરોપી પતિએ કબૂલ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી હતી.  તેણે કબૂલ્યું કે મૃતદેહના ટુકડા કર્યા, પછી પાવડાના દસ્તાથી વાટી પ્રેશર કૂકરમાં રાંધ્યા અને પછી તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસ હાલમાં ગુરુ મૂર્તિના નિવેદનના આધારે પુરાવા એકત્ર કરવામાં કામે લાગી છે.  જો કે પતિએ કરેલી હત્યાના અંગો હજુ સુધી પોલીસના હાથે લાગ્યા નથી. જેથી આરોપીને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી છે.

13 વર્ષ પૂર્વે થયા હતા લગ્ન

આરોપી ગુરુ મૂર્તિ સેનામાંથી નિવૃત્ત થયેલો છે. આરોપી અને તેની પત્ની વેંકટ માધવીના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. બંનેને બે બાળકો છે. મીરપેટ પોલીસે જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલી રહી છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા

આ પણ વાંચોઃ Politics: ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક! સાચુ કે ખોટું?

  • Related Posts

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
    • September 17, 2026

    Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

    Continue reading
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’
    • September 17, 2026

    Congress UPI MDR: ભારતમાં UPI પેમેન્ટના નવા ચાર્જિંગ નિયમને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે અમેરિકી દબાણ હેઠળ UPI વ્યવસ્થામાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 2 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 2 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 4 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 5 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 9 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

    • September 17, 2026
    • 12 views
    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ