
■આશુતોષ બ્રહ્મચારીનું નાક કાપી લાવનારને રૂ.એક લાખ રૂપિયા ઈનામની થઈ હતી જાહેરાત?!
UP NEWS: સમગ્ર દેશભરમાં ભારે ચકચાર જગાવનાર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે યૌન શોષણની ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર આજે રવિવારે ચાલુ ટ્રેનમાં ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાખોરે નાક કાપી નાખવાનો હીંચકારો પ્રયાસ કરી ખભા ગળા અને નાક ઉપર ઇજાઓ કરતા આશુતોષ મહારાજ ભાગીને ટોયલેટમાં છુપાઈ જતા તેઓનો જીવ બચી ગયો હતો.
આશુતોષ મહારાજ રીવા એક્સપ્રેસ ટ્રેનથી ગાઝિયાબાદથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા અને તેઓ ફર્સ્ટ AC કોચમાં મુસાફરી કરી રહયા હતા તે વખતે રસ્તામાં સિરાથુ રેલવે સ્ટેશન પાસે સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં એક અજાણ્યા હુમલાખોરે આશુતોષ મહારાજ પર અચાનક હુમલો કરી ધારદાર હથિયારથી તેમનું નાક કાપવાનો પ્રયાસ કર્યો અને મોઢા અને હાથ પર ચપ્પના ઘા માર્યા હતા જેનો આશુતોષ બ્રહ્મચારીએ પ્રતિકાર કર્યો હતો અને જીવ બચાવવા તેઓ ટ્રેનના ટોયલેટમાં પુરાઈ ગયા હતા અને અંદરથી દરવાજો લોક કરી બાદમાં તેઓએ GRPને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી.આ દરમિયાન તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમણે હુમલા પાછળ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્ય મુકુંદાનંદ સહિત અન્યને જવાબદાર ઠેરવ્યા છે. હાલમાં GRPએ ફરિયાદના આધારે FIR નોંધી લીધી છે. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
■જીઆરપીને કરેલી ફરિયાદમાં અશુતોષ બ્રહ્મચારીએ શુ કહ્યું? જાણો
અશુતોષ બ્રહ્મચારીએ પોતાના ઉપર થયેલા હીંચકારા હુમલા સંદર્ભે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ પોક્સો એક્ટ હેઠળ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મુકુંદાનંદ વિરુદ્ધ સગીર બાળકોના યૌન શોષણના કેસમાં FIR નોંધાવતા તેની અદાવત રાખી પ્રકાશ ઉપાધ્યાય અને અરવિંદે મારું નાક કાપવાનો પ્લાન ઘડ્યો હતો અને તેમના કહેવા પર, દિનેશ શર્મા (રહે, ધના ગોવર્ધા, જિલ્લો મથુરા )દ્વારા મારુ નાક કાપનારને એક લાખ રૂપિયા રોકડા ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
દરમિયાન, આજે એટલે કે 8 માર્ચની સવારે 5 વાગ્યે ટ્રેન જ્યારે ફતેહપુર અને કૌશાંબી જિલ્લાના સિરાથુ રેલવે સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ અચાનક મારા પર ચપ્પુથી હુમલો કરી નાક કાપવાનો અને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તેણે મારા નાક, ચહેરા અને ખંભા પર ચપ્પુના ઘા મારતા મને ગંભીર ઈજાઓ થઈ અને લોહી નીકળી રહ્યું હતું. મેં કોઈક રીતે ટોયલેટમાં ઘૂસીને દરવાજો અંદરથી બંધ કર્યો. GRP કંટ્રોલ રૂમને ફોન કરી જીવ બચાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.પોલીસે અશુતોષ મહારાજની ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે,આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








