
- લોહી અને પાણી સાથે વહી ના શકે, પણ મબલખ રૂપિયો બધું કરાવી શકે
Asia Cup 2025: 22 એપ્રિલે પહેલગામ હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાન સાથે તમામ વ્યવહારો કાપી નાખ્યા હતા. પાકિસ્તાનીઓને પોતાના દેશ મોકલી દીધા હતા. જોકે ભારત-પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યા છે. જે માટે ભારતયી ક્રિકેટ ટીમની પણ જાહેરાત કરી દીધી છે. સવાલ એ છે કે લોહી અને પાણી એક સાથે ન વહી શકે કહેનારા મોદી આ ક્રિકેટ મેચ અંગે બોલવામાં કંઈ તૈયાર નથી. શું ICCના ચેરમેન અમિત શાહનો દિકરો જય શાહ છે એટલે મોદી બોલવા તૈયાર નથી?. દેશના અનેક લોકોના જીવ લેનારા પાકિસ્તાન સાથે મેચ કેવી રીતે રમી શકાય?, આ મેચનો ભારતના લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે રાજકીય નેતાઓએ આ મુદ્દે મૌન સાધ્યું છે.
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે આજે 19મી ઓગસ્ટ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.
કયા કયા ખેલાડીઓનો સમાવેશ?
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
અભિષેક શર્મા
તિલક વર્મા
હાર્દિક પંડ્યા
શિવમ દુબે
અક્ષર પટેલ
જીતેશ શર્મા (વિકેટ કિપર)
જસપ્રિત બુમરાહ
અર્શદીપ સિંહ
વરુણ ચક્રવર્તી
કુલદીપ યાદવ
સંજુ સેમસન (વિકેટ કિપર)
હર્ષિત રાણા
રિન્કુ સિંહ
14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
એશિયા કપમાં 8 ટીમો ભાગ લેશે, જેને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારતની સાથે પાકિસ્તાન, UAE અને ઓમાન છે. ગ્રુપ B માં હોંગકોંગની સાથે બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન છે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરુ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે.
આ પણ વાંચો:
Bhavnagar: ‘ઓપરેશન સિંદૂર’ પર શાળામાં ભજવાયેલા નાટકનો વિવાદ ઘેરો બન્યો, જાણો સમગ્ર વિવાદ?
Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા
Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!
Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા







