
Balasinor: બાલાસિનોર-પિલોદરા રોડ પર આવેલી જમીનને લઈને થયેલા વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકના પુત્ર પાર્થ રાજેશભાઈ પાઠક સહિત અન્ય 20 જેટલા શખ્સો સામે પોલીસે મધરાતે એફઆઈઆર નોંધી છે. આ ઘટનામાં ફરિયાદી જીગરભાઈ પટેલે આરોપ લગાવ્યો છે કે તેમના મામાની જમીન પર માપણીના મુદ્દે થયેલા વિવાદમાં તેમને માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.
અમૂલ ડેરીના ડીરેકટરના પુત્રની દાદાગીરી
ફરિયાદી જીગરભાઈ, જેઓ ખેતીકામ અને સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, તેમણે જણાવ્યું કે તેઓ તેમના મામાના દીકરા નીતિનભાઈ ભાઈલાલભાઈ પટેલની જમીન પર ખુરશીમાં બેઠા હતા. આ જમીન રાજેશ પાઠકની જમીનની બાજુમાં આવેલી છે. રાજેશ પાઠકના પાર્ટનર ટીના મામા જમીનની માપણી કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ફરિયાદીના મામાની જમીનની હદ નજીક આવ્યા. ફરિયાદીએ તેમને હદમાં રહેવા જણાવતાં ટીના મામા ત્યાંથી ચાલ્યા ગયા.આશરે દોઢ વાગ્યાના સુમારે પાર્થ રાજેશભાઈ પાઠક અને અન્ય 40 જેટલા શખ્સો સાથે આવ્યા અને જમીન માપણીનો વિરોધ કરનારની ઓળખ માગી. ટીના મામાએ ફરિયાદીને નામ આપતાં પાર્થે માપણી ચાલુ રાખવાનું કહ્યું. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ ફરિયાદી પાસે આવીને ગાળો બોલવા લાગ્યો અને જમીનના સાત-બારમાં તેમનું નામ હોવાનો સવાલ કર્યો. ફરિયાદીએ જણાવ્યું કે આ જમીન તેમના મામાના દીકરાની છે અને તેઓ તેની સંભાળ રાખવા આવ્યા છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટર રાજેશ પાઠકના પુત્ર સામે પોલીસે મધરાતે આખરે એફઆઈઆર નોંધી. pic.twitter.com/4VOIDXCXiT
— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) July 30, 2025
અમૂલ ડેરીના ડીરેકટરના પુત્રએ ફરિયાદીને ગદદાપાટુનો માર માર્યો
પછી અજાણ્યો શખ્સ અને પછી પાર્થ સહિત અન્ય લોકોએ ફરિયાદીને ગદદાપાટુનો માર માર્યો, જેમાં તેમના માથાના પાછળના ભાગે, ડાબા હાથની આંગળી પર અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ. ઈજાઓથી લોહી નીકળ્યું અને આરોપીઓએ ફરિયાદીને ફરીથી જમીન પર ન આવવાની અને જીવની ધમકી આપી.
ફરિયાદીએ કાયદેસર તપાસની માગણી કરી
ફરિયાદીએ આ ઘટના અંગે કાયદેસર તપાસની માગણી કરી છે. પોલીસે ફરિયાદના આધારે પાર્થ રાજેશભાઈ પાઠક અને અન્ય સામે મારામારી, ગાળાગાળી અને ધમકીના આરોપ હેઠળ એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે






