Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં 5 મહિલાઓ પર બળાત્કાર ગુજારનારને 40 વર્ષની સજા, ભાજપ સાથે તાર?

Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં બાલેશ ધનખરને 5 કોરિયન મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના કેસમાં 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હરિયાણાના રેવાડીનો રહેવાસી બળાત્કારી બાલેશ ધનખરને 7 માર્ચે ઓસ્ટ્રેલિયામાં 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે 39 આરોપો સાબિત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડાઉનિંગ સેન્ટર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સજા સંભળાવવામાં આવી હતી. આ આરોપી ભાજપ સાથે સંકળાયેલો હોવાના આરોપો છે.

45 વર્ષિય ધનખરે સિડનીમાં તેના ઘરમાં કે તેની આસપાસ મહિલાઓને ખોટી નોકરીની આપવની જાહેરાતો કરી હતી. ત્યાર બાદ પૂર્વ બાલેશ ધનખરે મહિલાઓને જોબ પર રાખી હતી. અહીં તે મહિલાઓને માદક દ્રવ્યો સહિતના પીણા પીડાવી શોષણ અને બળાત્કાર કરતો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દોષિત ધનખડે મહિલાઓ પર ગુજારેયલા બળાત્કારનો વિડિયો પણ બહાર આવ્યા હતા. કોર્ટે જેલની સજા સંભળાવતા, ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ માઈકલ કિંગે જણાવ્યું હતું કે ગુનેગારનું વર્તન “પૂર્વ આયોજિત, ચાલાકીભર્યું અને અત્યંત હિંસક હતું, અને તે દર્શાવે છે કે જાતીય સંતોષ માટેની તેની ઇચ્છા દરેક પીડિત પ્રત્યે સંપૂર્ણ અને નિર્દય હતી”.

મહિલાઓના ટેડા ક્મ્પ્યૂટરમાં રાખતો

21 થી 27 વર્ષની વયની મહિલાઓને બેભાન કરી દુષ્કર્મ ગુજારતો હતો. જેથી મહિલાઓની હાલત દયનીય થઈ ગઈ હતી. મહિલાઓની માહિતી એકત્રિત કરવા કમ્પ્યૂટરમાં એક્સેલ સ્પ્રેડશીટ રાખી હતી. જેમાં તેણે તેની નકલી નોકરીની જાહેરાતમાં દરેક અરજદારને તેમના દેખાવ અને બુદ્ધિમત્તાના આધારે રેટિંગ આપ્યું હતું. સ્પ્રેડશીટમાં દરેક પીડિત મહિલાની વાતચીત, તેમની વિગતો,મહિલાઓની નબળાઈઓનું મૂલ્યાંકન નોંધવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018 માં ધરપકડ પહેલા, ધનખરનું ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ખૂબ જ માનસ-સન્માન હતુ. તેણે ભારતીય જનતા પાર્ટીના સેટેલાઇટ જૂથની સ્થાપના કરી અને હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તા તરીકે કામ કર્યું હતુ.

2006માં વિદ્યાર્થી તરીકે ગયો અને 2018 આરોપી તરીકે ઝડપાયો

ધનકડે એબીસી, બ્રિટીશ અમેરિકન ટોબેકો, ટોયોટા અને સિડની ટ્રેન્સમાં ડેટા વિઝ્યુલાઇઝેશન કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. ઓક્ટોબર 2018 માં પોલીસે તેના સિડની સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ યુનિટ પર દરોડો પાડ્યો હતો અને ડેટ-રેપ ડ્રગ્સ અને એક વીડિયો જપ્ત કર્યા હતા. 2023 માં, એક જ્યુરીએ તેને 39 ગુનાઓમાં દોષિત ઠેરવ્યો હતો, જેમાં બળાત્કારના 13 ગુનાઓનો સમાવેશ થાય છે. જો કે ધનખડે મહિલાઓને ડ્રગ્સ આપવાનો કે તેમની સંમતિ વિના તેમની સાથે સેક્સ કરવાનો ઇનકાર કર્યો છે.

2006માં ઓસ્ટ્રેલિયા ગયો હતો ધનખર

બાલેશ ધનખડે મૂળ રેવાડીના સાંજરપુર ગામનો વતની છે. તેના પિતા વાયુસેનામાંથી નિવૃત્ત થયા અને પછી દિલ્હી શિક્ષણ વિભાગમાં અધિકારી તરીકે કામ કર્યું હતું. તેના પિતા 8 વર્ષ પહેલાં ત્યાંથી નિવૃત્ત થયા હતા. બાલેશનો બીજો ભાઈ છે જે રેવાડીની રાધાસ્વામી કોલોનીમાં રહે છે. 2006માં, બાલેશ સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો.

કોંગ્રેસે ભાજપને ઘેરી

कांग्रेस ने ट्वीट कर बालेश को बीजेपी का नेता बताया

 

ધનખરના આ સમાચાર કોંગ્રેસના ધ્યાને આવતાં જ ભાજપ સરકારને ઘેરી હતી. જેમાં કોંગ્રેસે પીએમ મોદી સાથેની વિડિયો અને ફોટા શેર કરવામં આવ્યા હતા. કોંગ્રેસ કહ્યું કે “ધનખર ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાજપના એક વરિષ્ઠ નેતા હતા.”

આ પણ વાંચોઃ Bharuch Murder Case: દંપિતની હત્યા પરથી પરદો ઉઠ્યો: જમાઈ જ નીકળ્યો હત્યારો, વાંચો વધુ

આ પણ વાંચોઃ Gujarat heatwave: આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે, હીટવેવની આગાહી

આ પણ વાંચોઃ  India vs New Zealand: ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ભારતના કયા ખેલાડીએ કેટલા રન બનાવ્યા, જાણો

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!