
Balochistan bomb explosion: પાકિસ્તાનથી અલગ થવા માગતાં બલુચિસ્તાનમાં ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો છે. એક બજારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 4 લોકો કરુણ મોત થઈ ગયા છે. જ્યારે 20 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યા છે. જેઓને સારવાર અર્થે ખસેડાયા છે.
મિડિયા અહેવાલો અનુસાર ગઈકાલે રવિવારે(18 મે) બલુચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં જબ્બર માર્કેટમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે અનેક ઇમારતોને ભારે નુકસાન થયું થયું છે. વિસ્ફોટ થતાં લોકોમાં પણ ભય છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, વિસ્ફોટ બાદ ઘણી દુકાનો ધરાશાયી થઈ ગઈ અને ઘણી સંસ્થાઓમાં આગ લાગી ગઈ.
વિસ્તાર સીલ કરાયો હતો
કિલા અબ્દુલ્લાના ડેપ્યુટી કમિશનર રિયાઝ ખાને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 4 લોકો માર્યા ગયા, અને 20 અન્ય ઘાયલ થયા. તેમણે કહ્યું કે આ બજાર ફ્રન્ટિયર કોર્પ્સ (FC) કિલ્લાની પાછળની દિવાલ પાસે આવેલું હતું. વિસ્ફોટ પછી અજાણ્યા હુમલાખોરો અને એફસી કર્મચારીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. વિસ્ફોટ બાદ અધિકારીઓએ વિસ્તાર સીલ કરી દીધો હતો.
બલુચિસ્તાન પાકિસ્તનથી અલગ થવા લડત લડે છે
બલુચિસ્તાન લગભગ બે દાયકાથી અશાંતિનો સામનો કરી રહ્યું છે, જેમાં સ્થાનિક વંશીય બલુચ જૂથો અને પક્ષો પાકિસ્તાન સરકાર પર પ્રાંતની ખનિજ સંપત્તિનું શોષણ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરમાં, બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવીને અનેક ઘાતક હુમલાઓ કર્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનને બલુચિસ્તાનથી અલગ કરવામાં આવે છે. તાજેતરમાં જ બલુચિસ્તાનના એક ટોચના નેતાએ બલુચિસ્તાની સ્વતંત્રની ઘોષાણા કરી હતી. સાથે જ ભારતની મદદ માગી હતી. ત્યારે એવામાં વિસ્ફોટ થતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ
કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition
PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?
અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports
Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?
Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!
ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War